શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં નોકરીને નામે યુવકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી

થાણે: શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં નોકરી અપાવવાને બહાને યુવક અને તેના મિત્ર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ પ્લેસમેન્ટ એજન્સી સાથે સંકળાયેલા હોવાનો દાવો કરનારા ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશના દેવરિયાના 24 વર્ષના યુવકનો આરોપીઓએ ઑક્ટોબર, 2024થી જુલાઇ, 2025 દરમિયાન સંપર્ક સાધ્યો હતો. યુવક અને તેના મિત્રને શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં નોકરી અપાવવાને બહાને આરોપીઓએ ભરતી તેમ જ પ્રોસેસિંગ ફી પેટે આઠ લાખ રૂપિયા લીધા હતા. જોકે તેમને નોકરી મળી નહોતી અને આરોપીઓએ પૈસા પણ પાછા આપ્યા નહોતા.
આપણ વાંચો: રાજકોટમાં એરપોર્ટ પર નોકરીના અપાવવાના નામે 200 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી, જાણો શું છે આખો મામલો
યુવક અને તેના મિત્રએ આરોપીઓનો સંપર્ક સાધતાં તેઓ ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતા અને બાદમાં મોબાઇલ તેમણે બંધ કરી દીધા હતા.
પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવતાં બંને જણે એપીએમસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ત્રણ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 (4) (છેતરપિંડી) અને 3 (5) (સમાન હેતુ) હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આરોપીઓની શોધ ચલાવવામાં આવી રહી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)