આમચી મુંબઈ
શિંદેસેનાનુ રામ મંદિર માટે ₹ ૧૧ કરોડનું દાન
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રૂ. ૧૧ કરોડનું ભંડોળ આપ્યું છે. પાર્ટીના સંસદસભ્ય શ્રીકાંત શિંદે, મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત, પાર્ટીના પ્રવક્તા નરેશ મ્હસ્કે, આશિષ કુલકર્ણી અને પાર્ટીના સચિવ ભાઉ ચૌધરીનું પ્રતિનિધિમંડળ શનિવારે શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને મળ્યું હતું અને તેમને રૂ. ૧૧ કરોડનો ચેક આપ્યો હતો.
૨૨મીએ ઉદ્ધવ નાશિકમાં ‘મહાઆરતી’ કરશે
મુંબઈ: ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મંગળ કાર્યક્રમ માટે હજી સુધી આમંત્રણ નહીં મેળવનાર શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે એ દિવસે એટલે કે ૨૨ જાન્યુઆરીએ નાશિકમાં ગોદાવરી નદી કાંઠે આવેલા કાળારામ મંદિરની મુલાકાત પક્ષના અન્ય નેતાઓ સાથે લેશે અને મહાઆરતી કરશે. ઉ