આમચી મુંબઈ

લોકસભાની ૨૨ બેઠક પર શિંદેનો દાવો

ભાજપ ૧૩ આપવાના મતમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણનો મહત્ત્વનો તબક્કો સુપ્રીમ કોર્ટમાં પડતર છે, ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને ફરી વિવાદ થવાની શક્યતા જોવાઈ રહી છે. અત્યારે સત્તામાં સહભાગી ત્રણ પક્ષમાં આગામી લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીના મુદ્દે વિવાદ થવાની શક્યતા જોવાઈ રહી છે. આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યા મુજબ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ લોકસભાની ચૂંટણીમાં ૨૨ (બાવીસ) બેઠક પર પોતાનો દાવો માંડ્યો છે અને ભાજપ ફક્ત ૧૩ સંસદસભ્યો માટે બેઠક છોડવા તૈયાર થઈ ગઈ છે, હવે અજિત પવાર જૂથનું વલણ શું છે તેના પર બધો આધાર હોવાનું કહેવાઈ રહ્યું છે. કેમ કે જો શિંદે ૨૨ અને ભાજપ ૨૬ કે ૨૪ પર લડે તો અજિત પવાર જૂથનો કાંકરો નીકળી જાય એમ છે.

શિવસેના (શિંદે જૂથ) દ્વારા ૨૦૧૯માં લડવામાં આવેલી લોકસભાની ચૂંટણીનો આધાર આપીને ભાજપ પાસે બાવીસ જગ્યા માગવામાં આવી છે, કેમ કે અત્યારે તેમની સાથે ૧૩ સંસદસભ્યો છે. ભાજપે ૨૦૧૯માં શિવસેના (અવિભાજીત)ને ૨૨ બેઠકો આપી હતી, જેમાંથી ૧૮ બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ ૧૮ સંસદસભ્યોમાંથી અત્યારે રાજ્યની મહાયુતિમાં ૧૩ સંસદસભ્યો સામેલ થયા છે. પોતાને મૂળ શિવસેના ગણાવતી શિંદે જૂથની શિવસેનાએ બાવીસ બેઠક પર પોતાનો દાવો માંડ્યો છે.

ભાજપે બીજી તરફ જેટલા સંસદસભ્યો અત્યારે મહાયુતિમાં સામેલ છે એટલા (૧૩) સંસદસભ્યોને સમાવિષ્ટ કરવા માટે બેઠકો છોડવાની તૈયારી દાખવી છે. આ બધાની વચ્ચે હવે અજિત પવાર જૂથ સરકારમાં સામેલ થયું હોવાથી બેઠકોની વહેંચણીમાં વધુ ગુંચવાડો થવાની સંભાવના જોવાઈ રહી છે.

શિવસેનાના સંસદસભ્ય રાહુલ શેવાળેએ બાવીસ બેઠક પર શિંદે જૂથનો દાવોઅકબંધ હોવાનું જણાવતાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાને મંગળવારે આયોજિત પાર્ટીના સંસદસભ્યોની બેઠકમાં ૨૦૧૯માં શિવસેનાએ લડેલી બધી જ બાવીસ બેઠકોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. દરેક લોકસભા મતદારસંઘમાં પ્રધાનની નિયુક્તિ કરીને તેમને જવાબદારી ફાળવવામાં આવશે. દરેક પ્રધાનને એકથી બે મતદારસંઘની જવાબદારી સોંપાશે. અત્યારના એકેય સંસદસભ્યની બેઠક છોડવામાં આવશે નહીં એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા