આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

હવે શાઇના એનસી શિંદે સેનામાં સામેલ, ઉમેદવારોની બંડખોરી અને રાજકીય પક્ષોના અજબ દાવ

મુંબઇઃ શાઇના એનસીનું નામ કોઇથી અજાણ્યું નહીં હોય. આપણે ટીવી ડિબેટમાં તેમને જોયા છે. ભાજપના પ્રવક્તા શાઇના એનસી હવે શિંદે સેનામાં સામેલ થઇ ગયા છે અને તેઓ શિંદે સેનાની ટિકિટ પર ટિકિટ પર મુંબાદેવી બેઠક પરથી ચૂંટણી લડશે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, શિંદે સેના અને અજિત પવારની એનસીપીની મહાયુતિ સામે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, કૉંગ્રેસ અને શરદ પવારની એનસીપીવાળું મહાવિકાસ અઘાડીનો જંગ છે. બધા પક્ષો સીટ શેરિંગને અંતિમ રૂપ આપી રહ્યા છે, જેમાં અનેક મોટા માથાઓની ટિકિટ કપાઇ છે.

Also read: Maharashtra Election Special: રાવસાહેબ દાનવેનાં દીકરી શિંદેસેનામાં જોડાયાં


મહાયુતિની વાત કરીએ તો સીટ શેરિંગમાં મુંબાદેવી મતવિસ્તારની સીટ શિંદે જૂથના ફાળે ગઈ છે. કોંગ્રેસના અમીન પટેલ 2009, 2014 અને 2019માં સતત ત્રણ વખત જીત્યા છે, તેથી આ સીટ પર કોઇ મજબૂત નેતાને ઊભા રાખવાની જરૂર જણાઇ હતી. શાઇના એનસી દક્ષિણ મુંબઇમાંથી જ આવે છે. આ સીટ પર શિંદેસેનાએ અમિન પટેલને ટક્કર આપે એવો કોઇ ઉમેદવાર ઊભો રાખવાનો હતો. તેથી રાતોરાત નિર્ણય લઇને શાઇના એનસી સોમવારે રાત્રે જ શિવસેનામાં જોડાયા હતા અને શિંદે જૂથે તેમને મુંબાદેવી મતવિસ્તારની સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા. આમ હવે તેઓ મુંબા દેવીથી ધનુષ અને તીરના ચિહ્ન પર ચૂંટણી લડવા જઈ રહ્યા છે. જેનાથી નારાજ ભાજપના નેતા અતુલ શાહે બળવો કર્યો છે. આજે હવે તેઓ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.


એવી જ રીતે બાંદ્રા પૂર્વની સીટ અજિત પવારની એનસીપીને ફાળે ગઇ છે અને તેમણે જીશાન સિદ્દીકીને બાંદ્રા પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં ઉમેદવાર બનાવ્યા છે, જેનાથી નારાજ શિવસેના શિંદે જૂથના વિભાગીય વડા કુણાલ સરમલકર આજે આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા હોવાની ચર્ચા છે. એની જ રીતે ગોપાલ શેટ્ટી બોરીવલી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવા ઉત્સુક હતા., પણ ટિકિટ નહીં મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો છે.

Also read: ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે બંડખોરી, ઉમેદવાર બદલાયા અને હજુ ઘણું…


શાઇનાએ જણાવ્યું હતું કે,’ હું મુંબઈના લોકો માટે પ્રતિબદ્ધ છું. હું માત્ર આ વિસ્તારની વિધાન સભ્ય બનવા માંગતી નથી પરંતુ અહીંના લોકોનો અવાજ બનવા માંગુ છું. આજે પણ મારી પાસે PA નથી અને લોકોના ફોન હું જાતે જ રિસીવ કરું છું. હું હંમેશા લોકોની સેવા માટે ઉપલબ્ધ હોઉં છું. મને ખબર છે કે ક્લસ્ટર ડેવલપમેન્ટ હોય કે સ્થાનિક સ્વચ્છતા- અહીંના લોકોની સમસ્યાથી હું વાકેફ છું અને તઆ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છું.’

Back to top button
દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker