મહારાષ્ટ્રમાં શિંદે સેના 15માંથી 13 બેઠકો જીતશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે લોકો નરેન્દ્ર મોદીને ફરીથી વડા પ્રધાન બનાવવા માટે ઉત્સુક છે તેથી તેઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે મહાયુતિ (ભાજપના નેતૃત્વમાં ગઠબંધન) આ પાંચમા તબક્કાની તમામ બેઠકો પર વિજય મેળવશે.
મને વિશ્વાસ છે કે મહાયુતિ મહારાષ્ટ્રની પાંચમા તબક્કાની તમામ 13 બેઠકો જીતી રહી છે જેના માટે પાંચમા તબક્કામાં મતદાન થયું હતું, શિંદેએ કહ્યું. તેમણે એમ પણ કહ્યું હતું કે શિંદે સેના લોકસભાની પંદરમાંથી ઓછામાં ઓછી 13 બેઠક પર વિજય મેળવશે.
શરૂઆતમાં મહારાષ્ટ્રમાંથી 45થી વધુ સીટનો ટાર્ગેટ હતો અને હવે, એવું જાણવા મળ્યું છે કે આ ટાર્ગેટ 35થી ઓછી સીટ પર વિજયનો થયો છે, ત્યારે તેમણે કહ્યું હતું કે બહાર જે પણ વાતો ચાલી રહી છે તે વિપક્ષ દ્વારા ચલાવવામાં આવી રહી છે. મને વિશ્વાસ છે કે અમને ગયા વખત કરતાં પણ વધુ બેઠકો મળશે. તે એટલા માટે કારણ કે અમે છેલ્લા બે વર્ષમાં સતત કામ કર્યું છે અને લોકોની સામે તે છે. અમારી સરકાર સત્તામાં આવી તે પહેલાં શહેરના અને રાજ્યના મોટા ભાગના કામ અટકી ગયા હતા. આજે, અમે તમામ લાભાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે – ખેડૂતો અને મહિલાઓથી લઈને યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સુધી. લોકોએ મોદીજી (વડાપ્રધાન નરેન્દ્ર મોદી)ના 10 વર્ષના અને છેલ્લા બે વર્ષમાં અમારી સરકારના કામને જોયા છે.
આ પણ વાંચો : એકનાથ શિંદેએ કાફલો રોકીને અકસ્માતગ્રસ્ત મહિલાને હોસ્પિટલે પહોંચાડી
આ તો હજી શરૂઆત છે, જેવી રીતે વડા પ્રધાને આગામી 100 દિવસનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે તે જ રીતે અમારી પાસે માળખાકીય વિકાસ માટે ઘણી યોજનાઓ છે. અમારું લક્ષ્ય મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવાનું અને દેશને મજબૂત બનાવવાનું છે. દેશના વિકાસ માટે પણ આ મહત્વપૂર્ણ છે.
તેમના પુત્ર શ્રીકાંત કલ્યાણ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે રાજ્યની સ્પષ્ટ બેઠકો પૈકીની એક માનવામાં આવે છે કારણ કે શ્રીકાંત શિંદેએ બે વાર 2014 અને 2019માં આરામદાયક માર્જિન સાથે બેઠક જીતી છે. આ વખતે શિવસેના (યુબીટી) એ વૈશાલી દરેકર-રાણેના રૂપમાં પ્રમાણમાં ઓછા વજનવાળા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
તેમના પુત્રની સંભાવનાઓ વિશે વાત કરતા શિંદેએ કહ્યું હતું કે તેમણે તેમના મતવિસ્તારમાં પુષ્કળ વિકાસ કાર્યો અમલમાં મૂક્યા છે અને લોકો તેનો સાક્ષી છે. તેઓ તેમને અભૂતપૂર્વ જીતના માર્જિન સાથે સતત ત્રીજી ટર્મ માટે ચૂંટશે.
મહારાષ્ટ્રના સીએમએ કહ્યું કે માત્ર કલ્યાણ જ નહીં, પરંતુ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ની તમામ 10 બેઠકો મહાયુતિ જીતશે કારણ કે તે શિવસેના-ભાજપનો ગઢ છે. તેમણે વધુમાં કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેનો સંપૂર્ણ પરાજય થશે અને ભાજપની આગેવાની હેઠળની એનડીએ દેશમાં 400થી વધુ બેઠકો જીતશે. શિવસેના દ્વારા લોકસભાની ચૂંટણીમાં કુલ 15 ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે તેમાંથી ઓછામાં ઓછા 13 ઉમેદવાર વિજયી થશે એવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.