આમચી મુંબઈ

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભૂજબળને ફટકો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્યની મહાયુતિમાં ચાલી રહેલી રસાકસીનો એક ઉત્કૃષ્ટ દાખલો નાશિકના યેવલાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં જોવા મળ્યો હતો, જેમાં સત્તાધારી ગઠબંધનમાં હોવા છતાં શિંદેની સેનાએ વિપક્ષી ગઠબંધનના મોટા ઘટકપક્ષ એનસીપી (એસપી) સાથે હાથ મિલાવવાનો નિર્ણય લીધો છે.

યેવલા રાજ્યના પ્રધાન અને એનસીપીના નેતા છગન ભુજબળનો વિસ્તાર છે. આ નવું ગઠબંધન ભારતીય જનતા પાર્ટી અને અજિત પવારની એનસીપી સામે ટકરાશે. એનસીપીના નેતા સમીર ભુજબળે જણાવ્યું હતું કે ભાજપ સાથે બેઠકોની વહેંચણી વ્યવસ્થાના ભાગ રૂપે મ્યુનિસિપલ કાઉન્સિલ પ્રમુખનું પદ તેમના પક્ષને ફાળવવામાં આવ્યું છે.

આપણ વાચો: અજિત પવારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે તૈયારીઓનો તાગ મેળવ્યો

જ્યારે ભાજપ વતી રાજેન્દ્ર લોણારીએ મ્યુનિસિપલ કાઉન્સિલ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી ત્યારે ભાજપ અને એનસીપીના વરિષ્ઠ પદાધિકારીઓ હાજર હતા. તે યેવલામાં બંને મહાયુતિ ઘટકો દ્વારા સંયુક્ત ઝુંબેશની ઔપચારિક શરૂઆત પણ દર્શાવે છે.

મહાયુતિમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે, જ્યારે વિપક્ષી મહા વિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી), શરદ પવારની એનસીપી (એસપી) અને કોંગ્રેસનો સમાવેશ થાય છે.
બીજી ડિસેમ્બરે 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતોની ચૂંટણી યોજાવાની છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button