આમચી મુંબઈ

દરેકરની માગણી પર શિંદે સરકારનો સકારાત્મક અભિગમ: …તો ખેલૈયાઓને વધુ એક દિવસ રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરબે ઝૂમવા મળશે

મુંબઈ: નવરાત્રિમાં બેને બદલે ત્રણ દિવસ સુધી વધુ સમય માટે રમવાની છૂટ મળે એ માટે ભાજપના નેતા પ્રવીણ દરેકરે ગુરુવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે શિંદે સરકારે હકારાત્મક વલણ દાખવ્યું છે. ગમે તે સમયે નવરાત્રિમાં એક દિવસ વધુ રમવાની છૂટ આપવાની જાહેરાત થઇ શકે છે એવું આશ્ર્વાસન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યું હતું.

લાંબા સમયથી આવી માગણીઓ થતી રહી છે, મહાવિકાસ આઘાડી સરકારે આ અંગે ક્યારે પણ પહેલ નહોતી કરી, પણ જ્યારથી શિંદે સરકાર આવી છે ત્યારથી તેઓ માતાજીના ભક્તો માટે હકારાત્મક વલણ અપનાવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે પણ બે દિવસની છૂટને ચાર દિવસની કરવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી, પણ સરકારે
ત્રણ દિવસની છૂટ આપી હતી. આ વર્ષે પણ ખેલૈયાઓ ત્રણ દિવસ વધુ સમય માટે ગરબા રમી શકે એ માટે ભાજપના પ્રવીણ દરેકરે મુખ્ય પ્રધાનને ગુરુવારે આવેદન પત્ર આપ્યું હતું. એકનાથ શિંદેએ આ બાબતને ધ્યાનમાં લીધી હતી અને વધુ એક દિવસ વધુ સમય માટે રમવાની પરવાનગી આપવાની જાહેરાત કરે એવી શક્યતા જણાઇ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button