આમચી મુંબઈ

વસઈ-વિરારની ગેરકાયદે છ પેથોલોજી લેબ સામે કાર્યવાહી કરવા શિંદેનો આદેશ

મુંબઈ: મુંબઈના વસઇ-વિરારમાં આવેલી છ ગેરકાયદે પેથોલોજી લેબ અને તેનાથી સંબંધિત ડૉક્ટરો પર કાર્યવાહી કરવા અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આદેશ આપ્યા હતા, પણ આ અંગે કાર્યવાહી કરવા બદલ પાલિકા દ્વારા પોલીસોને જણાવવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
વસઇ-વિરારમાં આવેલી આવી ખાનગી લેબને લીધે અનેક દર્દીઓના જીવ જોખમમાં મૂકાતા હોવાનો પ્રકાર સામે આવ્યો છે. આ બંને શહેરમાં કુલ એવી છ ખાનગી લેબમાં રાજેશ સોની નામના માન્યતા રદ થયેલા ડૉક્ટરની સહી બાદ દર્દીઓને તેમના રિપોર્ટ આપતા હોવાનું જાણવા મળ્યું હતું. માન્યતા રદ થયા છતાં આ ડૉક્ટર લોકોના રિપોર્ટ પર સહી કરતાં દર્દીઓને ખોટા રિપોર્ટ મળતા તેમના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હતું.
આ આરોપો સામે મુખ્ય પ્રધાન શિંદેએ પણ આ વાત સાચી હોવાનું માન્ય કર્યું હતું. ત્યારબાદ આ મામલે કાર્યવાહી કરવાનો આદેશ મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલને અને આ મામલે ગુનાઓ દાખલ કરવાનો આદેશ પોલીસને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બધી લેબને સીલ કરવામાં આવી હતી. પણ પોલીસને આ બાબતે અનેક વખત જણાવ્યા છતાં કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, તેથી હવે આ મામલે પાલિકા કમિશ્નરે પોલીસ કમિશ્નર પાસે જઈ ફરિયાદ કરી હતી. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…