રાજ ઠાકરેની ધમકી બાદ શિંદે-ફડણવીસ સરકાર ઝબકીને જાગી: જલ્દી જ થઇ શકે છે આ ફેરફારો
મુંબઇ: ટોલના મુદ્દે સતત મહારાષ્ટ્ર સરકારની ટીકા કરનારા મહારાષ્ટ્ર નવનિર્મણા સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ ટોલના ઝોલની પોલ ખોલી છે. રાજ ઠાકરેએ આજે દાદા ભૂસેં સાથે સંયુક્ત પત્રકાર પરિષદ કરી ટોલ સંદર્ભે કયા ફેરફારો થશે એની વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી.
રાજ ઠાકરે દ્વારા લેવામાં આવેલ પત્રકાર પરિષદમાં તેમણે ટોલ સંબંધે તેમની માંગણીઓની જાણકારી આપી હતી. આખા દિવસમાં કેટલો ટોલ વસુલ થયો છે કેટલો બાકી છે તેની જાણકારી આપવામાં આવશે. ઉપરાંત મનસે દ્વારા જૂના ટોલ બંધ કરવાની માંગણી કરવામાં આવી છે. પીડબ્લ્યુડીના 29 અને એમએસઆરડીસીના 15 જૂના ટોલ બંધ કરો એવી માંગણી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ સંદર્ભે વિચાર કરીને જવાબ આપશે એમ કહ્યું છે. આગામી 15 દિવસમાં મુંબઇના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ પર સરકાર અને મનસે દ્વારા કેમેરા લગાવવામાં આવશે.
ટોલ બાબતે આ જાહેરાતો થવાની શક્યતા છે….
- ટોલ કેટલો વસુલ થયો છે એ અંગેની જાણકારી બંને બાજુએથી આપવામાં આવશે.
- આખા દિવસમાં કેટલો ટોલ ભેગો થયો છે એની જાણકારી પણ આપવામાં આવશે.
- આનંદનગરથી એરોલી દરમીયાન વચ્ચેનો ટોલ એક જ વાર ભરવો પડશે. એ બે વાર ભરવાની જરુર નહીં પડે. એક મહિનાની અંદર આ નિયમ લાગુ થશે.
- જૂના ટોલ બંધ કરવાની બાબતે નિર્ણય લેવાશે.
- આગામી 15 દિવસ આ તમામ એન્ટ્રી પોઇન્ટ્સ પર સરકાર અને મનસે દ્વારા કેમેરા લગાવવામાં આવશે. કેટલી ગાડી આ ટોલ પરથી જાય છે તેનો ખ્યાલ આવશે.
- વિડીયો ગ્રાફી આવતી કાલથી શરુ થઇ જશે.
- એમ્બ્યુલન્સ, શૌચાલય, સીસીટીવી કંટ્રોલ મંત્રાલયમાં હશે તેથી ટોલ નાકા પર લોકોને શું તકલીફ થઇ રહી છે તેની જાણ થઇ શકશે.
- કરારમાં નોંધવામાં આવેલ બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ આઇઆઇટી મુંબઇ દ્વારા કરવામાં આવશે.
- ટોલમાં વધારવામાં આવેલ 5 રુપિયા અંગે નિર્ણય લેવા માટે સરકારને એક મહિનાનો સમય જોઇએ છે ત્યાર બાદ તે રદ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
- યલો લાઇનની પાછળ ચાર મિનીટ વાહન રોકાય તો ટોલ ભરવો નહીં પડે.
- બાંદ્રા સીલિંક, એક્સપ્રેસ વે ટોલની કેગ દ્વારા તપાસ.
- મુંબઇના એન્ટ્રી પોઇન્ટ પર મનસે દ્વારા સ્વચ્છતા ગૃહ ઉભા કરવામાં આવશે.