
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય અનિલ બાબરનું નિધન થવાના સમાચાર આવ્યા હતા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે શોક વ્યક્ત કર્યો હતો. તેઓ 74 વર્ષના હતા.
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં આવેલા ખાનાપુર મતદારસંઘનું પ્રતિનિધિત્વ કરતા હતા. શિંદેએ કહ્યું હતું કે બાબરના નિધનને કારણે તેમણે એક માર્ગદર્શક અને નજીકના સાથીને ગુમાવ્યા છે. રાજ્ય સરકારે જનતાનો એક જ્યેષ્ઠ પ્રતિનિધિ ગુમાવ્યો છે.
મુખ્ય પ્રધાને તેમના અંતિમ સંસ્કાર સંપુર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો આદેશ આપ્યો હતો.