આમચી મુંબઈ

શિંદે જૂથના પ્રધાનો ફડણવીસને મળ્યા

શિંદે પરના આરોપો બદલ ભાજપના વિધાન
સભ્ય વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી

મુંબઈ: શિવસેના (શિંદેજૂથ)ના કેટલાક પ્રધાનોએ સોમવારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ પાયાવિહોણા આરોપો મૂકવા બદલ ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડ સામે પગલાં લેવાની માગ કરી હતી.
કલ્યાણ પૂર્વના વિધાન સભ્ય ગણપત ગાયકવાડે બીજી ફેબ્રુઆરીએ પડોશી થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં હિલ લાઇન પોલીસ સ્ટેશનની અંદર સ્થાનિક શિવસેના નેતા મહેશ ગાયકવાડ અને વધુ એક વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. હત્યાના પ્રયાસ અને અન્ય ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ થતાં પહેલાં ગણપત ગાયકવાડે એક ટેલિવિઝન ચેનલને કહ્યું હતું કે મુખ્ય પ્રધાન શિંદે રાજકારણમાં અપરાધીકરણને પ્રોત્સાહન આપી
રહ્યા છે.
શિવસેનાના પ્રધાન શંભુરાજ દેસાઈ તેમના પક્ષના અન્ય કેબિનેટ સાથીદારો સાથે ફડણવીસને મળ્યા હતા અને જણાવ્યું હતું કે અમે તેમને કેબિનેટની બેઠક પહેલા મળ્યા હતા અને તેમને ગણપત ગાયકવાડ વિરુદ્ધ મુખ્ય પ્રધાન શિંદે પર પાયાવિહોણા, અચોક્કસ અને અર્થહીન આરોપો કરવા બદલ કાર્યવાહી કરવા કહ્યું હતું. દેસાઈએ ઉમેર્યું હતું કે, શિંદે સરકારમાં ગૃહ પોર્ટફોલિયો ધરાવતા ફડણવીસ ચોક્કસપણે અમારી માગને ધ્યાનમાં લેશે. દેસાઈ, જેઓ થાણે જિલ્લાના પાલક પ્રધાન પણ છે, જણાવ્યું હતું કે ગણપત ગાયકવાડે તેમને છેલ્લા દોઢ વર્ષમાં શિંદે સાથેના તેમના કથિત મુદ્દાઓ વિશે ક્યારેય જાણ કરી નથી.
એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભાજપ અને અજિત પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી શાસક ગઠબંધનનો ભાગ છે.(પીટીઆઈ)ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો