શિંદે વિરુદ્ધ ભાજપ વિધાન સભ્યના દાવાઓ પછી કેમ તપાસ એજન્સી એક્શનમાં આવી નથી?: ઉદ્ધવ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે રત્નાગિરી જિલ્લાના રાજાપુર તાલુકામાં એક જાહેર રેલીમાં પૂછ્યું કે ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરોડો રૂપિયા આપવાના હોવાનો દાવો કર્યા પછી શા માટે કોઈ તપાસ એજન્સી હરકતમાં આવી નથી? ગણપત ગાયકવાડ પર શુક્રવારે થાણે જિલ્લાના પોલીસ સ્ટેશનની અંદર શિવસેનાના નેતા પર ગોળીબાર કરવાનો આરોપ છે. ગણપત ગાયકવાડનું કૃત્ય સમર્થન કરવા યોગ્ય નથી, પણ ભાજપના વિધાન સભ્યએ દાવો કર્યો છે તે જો આ સત્ય હોય તો અવગણવા યોગ્ય પણ નથી. એમ તેમણે પ્રશ્ન કરતા જણાવ્યું હતું. “હું ઈચ્છું છું કે લોકો મતદાન કરવા જતા પહેલા વિચારે.” એમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને કહ્યું હતું. ગોળીબારની ઘટનાના સંબંધમાં તેમની ધરપકડ પહેલાં, ગણપત ગાયકવાડે શુક્રવારે કહ્યું હતું કે જો શિંદે મુખ્ય પ્રધાન હશે તો મહારાષ્ટ્રમાં ગુનેગારો જ જન્મશે.
જો કેન્દ્ર સરકાર (ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન) સોરેન અને (દિલ્હીના મુખ્ય પ્રધાન) કેજરીવાલના ઘરે તપાસ (એજન્સી) અધિકારીઓ મોકલી શકે છે, તો શા માટે સમાન તાકીદ બતાવવામાં આવતી નથી અને શિંદેના ઘર પર દરોડા પાડવામાં આવતા નથી? તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા હતા અને દાવો કર્યો હતો કે, હું વડા પ્રધાન મોદીને મારા દુશ્મન તરીકે જોતો નથી પણ તેઓ મને દુશ્મન માને છે. તેમણે મારી પાર્ટીમાં ભાગલા પાડ્યા. સ્વ. બાળાસાહેબ ઠાકરેએ એક વખત તેમને મદદ કરી હતી. તેમનો નિર્ણાયક સમય છે પરંતુ હવે મોદી ચોરને મદદ કરી રહ્યા છે અને તેમને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવ્યા છે. ઠાકરેએ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને વિપક્ષી `ઇન્ડિયા’ જૂથ સાથે અલગ થવા અને મની લોન્ડરિગ કેસમાં ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ધરપકડ અંગે વડા પ્રધાન મોદીને નિશાન બનાવીને સભામાં ટીકા કરી હતી. (પીટીઆઈ)ઉ