રાજકારણમાં પાછા ફરવા અંગે જાણીતા અભિનેતા શેખર સુમનની પ્રતિક્રિયા જાણો

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં અનેક રાજકીય પાર્ટીઓ અભિનેતાઓ અને અભિનેત્રીઓને ચૂંટણી પ્રચારમાં બોલાવવાની સાથે તેમને લોકસભા સીટની ટિકિટ પણ આપવામાં આવતી હોય છે, પણ તાજેતરમાં એક અભિનેતાએ એવો ખુલાસો કર્યો છે કે તેમને અનેક રાજકીય પાર્ટીની ઑફર્સ આવી છે, પણ તેઓ દરેક ઓફરને ફગાવી દે છે.
અભિનેતા શેખર સુમને ચૂંટણી બાબતે પોતાના મત રજૂ કર્યા હતા અને શું તેઓ રાજકારણમાં ફરી પ્રવેશ કરશે એ બાબતે પણ તેમણે વાત કરી હતી. શેખર સુમને કહ્યું હતું કે તેને અનેક રાજકીય પાર્ટી તરફથી ઓફર મળી છે, પણ મારી પાસે જ્યારે પણ રાજકીય પાર્ટીની ઓફર આવે છે ત્યારે હું બહેરો અને અંધ બની જાઉં છું.
હું પોતાને રાજકારણથી દૂર રાખવા માગું છું કારણ કે આપણે આપણાં જ જીવનમાં અનેક રાજકારણનો સામનો કરવો પડે છે એટલે પહેલા તેનો સામનો કરવો જોઈએ. હું ડિફોલ્ટ રીતે રાજકારણ સાથે જોડાયેલો છું પણ એવું કોઈ ઇચ્છતું નથી, પરંતુ ક્યારેક તમને ઈમોશનલી બ્લેકમેલ કરવામાં આવે છે. હું રાજકારણમાં જોડાયો હતો, કારણ કે મને મારા શહેર, મારા સમાજ અને મારા રાજ્ય માટે કંઈક અલગ કરવું હતું.
2009માં શેખર સુમને કૉંગ્રેસની ટિકિટ પર પટના સાહિબ સીટથી લોકસભા ચૂંટણી લડી હતી જોકે ભાજપના શત્રુઘ્ન સિંહા સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો અને તે બાદ શેખર સુમને પોતાને રાજકારણથી દૂર કરી દીધા હતા.
શેખર સુમનનું એક રાજકારણ પર આધારિત નાટક રિલીઝ થયું હતું. ‘એક હાં’ નામનું આ નાટક બાબતે શેખરે કહ્યું હતું કે આ નાટક ખૂબ મહત્ત્વનું છે. આ નાટક વડે અનેક રાજનીતિક નિવેદનો લોકો સુધી પહોંચશે.