ચેમ્બુર, માનખુર્દ અને ગોંવડીના રહેવાસીઓને હાશકારો: ગોવંડીની શતાબ્દી હૉસ્પિટલમાં સેવા પૂર્વવત્

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોવંડી સ્થિત પંડિત મદનમોહન માલવીય શતાબ્દી મહાનગરપાલિકા જનરલ હૉસ્પિટલમાં મેડિકલ ઈન્ટેસિવ કેર યુનિટ સર્વિસ નાગરિકો માટે ઉપલબ્ધ થઈ છે. આ સેવાને કારણે ગોવંડી, માનખુર્દ, ચેમ્બુર પરિસરના નાગરિકોને આરોગ્ય સેવામાં રાહત મળવાની છે. હૉસ્પિટલમાં આઈસીયુ, પેશન્ટ રૂમ અને ઓપીડી વિભાગમાં પૂરતી સંખ્યામાં ડૉકટર ઉપલબ્ધ થવાને કારણે હૉસ્પિટલની આરોગ્ય સેવા પૂર્વવત્ થઈ છે. પાલિકા પ્રશાસન દ્વારા ઑગસ્ટ ૨૦૨૫થી જાન્યુઆરી ૨૦૨૬ સુધીના સમયગાળા માટે હૉસ્પિટલમાં વિવિધ સેવા માટે પૂરતી સંખ્યામાં ડૉકટર ઉપલબ્ધ થયા છે. તેથી હૉસ્પિટલની આઈસીયુ સેવા ફરી ચાલુ કરવામાં આવી છે. ગોવંડીની શતાબ્દીમાં દરરોજ ઓપીડીમાં ૬૦૦થી ૭૦ દર્દી આવે છે. અહીં અગાઉ ચાર રેસિડન્ટ મેડિકલ ઓફિસર હતા અને હવે આ સંખ્યા પાંચ કરી દેવામાં આવી છે.