આમચી મુંબઈમહારાષ્ટ્ર

પ્રોપર્ટી ટેક્સની આવકમાં ઘરખમ ઘટાડો : ખાધ સરભર કરવા વોટર ચાર્જીસ અને સીવરેજ ચાર્જિસ વસૂલ કરવાની યોજના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મહત્ત્વનો સ્ત્રોત ગણાતી પ્રોપર્ટી ટેક્સ થકી થનારી આવકમાં છેલ્લા સાત વર્ષમાં ઘરખમ ઘટાડો થયો છે. પહેલી એપ્રિલ, ૨૦૨૩થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીના સમયગાળામાં પાલિકા ફક્ત ૬૦૫ કરોડ રૂપિયા વસૂલ કરી શકી છે. ચૂંટણીનો સમય હોવાથી રાજ્ય સરકાર પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાનું જોખમ લેવા માગતી ન હોવાથી ૨૦૨૪-૨૫ના બજેટમાં ટેક્સમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જોકે નાણાકીય ખાધને પહોંચી વળવા માટે વોટર ચાર્જિસ અને સીવરેજ ચાર્જિસ વસૂલ કરવાની યોજના પાલિકા બનાવી રહી છે.

પાલિકાએ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રોપર્ટી ટેક્સના માધ્યમથી ૬,૦૦૦ કરોડ રૂપિયા વસૂલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું, જેમાં ૧,૫૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો કરીને હવે ૪,૫૦૦ કરોડ રૂપિયા વસૂલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. નાણાંકીય વર્ષ પૂરું થવામાં બે મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે હજી સુધી માત્ર ૬૦૫.૭૭ કરોડ રૂપિયા જ વસૂલ થઈ શક્યા છે. પ્રોપર્ટી ટેક્સની આવકમાં થયેલા ઘટાડાને સરભર કરવા માટે પાલિકા હવે ૫૦૦ ચોરસ ફૂટ કરતા ઓછો કાર્પેટ વિસ્તાર ધરાવતા રેસિડેન્શિયલ પ્રોપર્ટી પાસેથી વોટર ચાર્જીસ અને સીવરેજ ચાર્જિસ વસૂલ કરવા માટે પોલિસી તૈયાર કરી રહી છે.

પાલિકાને પ્રોપર્ટી ટેક્સમાંથી લગભગ ૨૪ ટકાની આવક થાય છે, જોકે છેલ્લા બે વર્ષથી તેના માધ્યમથી થનારી આવકમાં ઘરખમ ઘટાડો થયો છે. ૫૦૦ ચોરસ ફૂટ સુધીની રેસિડેન્શિયલ પ્રોપર્ટીને પ્રોપર્ટી ટેક્સમાં આપવામાં આવેલી રાહતને કારણે પાલિકાને ૪૬૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ૨૦૨૦-૨૧માં પ્રોપર્ટી ટેક્સમાં વધારો અપેક્ષિત હતો, પરંતુ કોરોના મહામારીને કારણે દરવધારો મોકૂફ રાખવામાં આવ્યો હતો, જે ૨૦૨૩ સુધી ચાલુ રહ્યો હતો, તેને કારણે આવકમાં ૧,૦૮૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. વધુમાં માર્ચ, ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે પાલિકા દ્વારા ૨૦૧૯માં હાઈ કોર્ટના આદેશને પડકારતી રિવ્યુ પિટિશનને ફગાવી દેતા પાલિકાને મોટો ફટકો પડયો હતો, જેમાં પાલિકા દ્વારા પૂર્વનિર્ધારીત કર વસૂલી માટે ઘટાડવામાં આવેલા અમુક નિયમોને બાજુ પર રાખ્યા હતા. કર વસૂલીમાં રહેલી કાયદાકીય જટિલતાને કારણે પાલિકા ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે કરદાતાઓને બિલ મોકલી શકી નથી.

પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે શુક્રવારે જણાવ્યું હતું કે ૨૦૨૩-૨૪ માટે પ્રોપર્ટી ટેક્સમાં વધારો નહીં કરવાનો નિર્ણય સોમવારે રાજ્યની કેબિનેટ બેઠકમાં લેવામાં આવશે, ત્યારબાદ આગામી અઠવાડિયાથી ચાલુ નાણાકીય વર્ષના બિલ મોકલવાનું ચાલુ કરશું. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પૂરું થવામાં બે મહિનાનો સમય બાકી છે અને પાલિકાને ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં ૩,૮૯૫ કરોડ રૂપિયા વસૂલ કરવાના બાકી છે.

આ દરમિયાન પાલિકા અગાઉ પ્રોપર્ટી ટેક્સમાં જેનો સમાવેશ થતો હતો તે વોટર ટેક્સ, સીવરેજ ટેક્સ અને અન્ય ટેક્સ ફરી વસૂલ કરવાની યોજના બનાવી રહી છે. પાલિકાના હાઈડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગના અધિકારીના કહેવા મુજબ અમે ૫૦૦ ચોરસ ફૂટથી ઓછી પ્રોપર્ટી ધરાવતા લોકો પાસેથી અલગથી પાણી અને ગટરના ચાર્જીસ વસૂલ કરવા માટે પોલિસી પર કામ કરી રહ્યા છીએ, કારણકે રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૧-૨૨માં તેમનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવ્યો હતો.

છેલ્લા છ વર્ષમાં વસૂલ કરેલો પ્રોપર્ટી ટેક્સ (રકમ કરોડમાં)
વર્ષ રિવાઈસ્ડ એસ્ટીમેટ એકચ્યુલ કલેકશન
૨૦૧૯-૨૦ ૫,૦૧૬.૨૦ ૩,૭૩૫.૦૫
૨૦૨૦-૨૧ ૪,૫૦૦.૦૦ ૪,૫૮૨.૯૨
૨૦૨૧-૨૨ ૪,૮૦૦.૦૦ ૫,૨૦૭.૯૯
૨૦૨૨-૨૩ ૪,૮૦૦.૦૦ ૪,૯૯૪.૧૫
૨૦૨૩-૨૪ ૪,૫૦૦.૦૦ ૬૦૫.૭૭(૩૧જાન્યુઆરી,૨૦૨૪ સુધી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…