આમચી મુંબઈ

શરદ પવાર મોદી સાથે આવવા માટે માની જશે

ભાજપ સમર્થક વિધાનસભ્યનો મોટો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવાર અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની ઉદ્યોગપતિ પ્રતાપરાવ પવારના પુણેના બંગલા પર શુક્રવારે મુલાકાત થઈ અને ત્યાંથી સીધા જ અજિત પવાર દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહને મળવા માટે પહોંચી ગયા હતા. આ બધાને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જાગી હતી. આ બધાની વચ્ચે ભાજપ સમર્થક અપક્ષ વિધાનસભ્ય રવિ રાણાએ મોટો દાવો કર્યો હતો કે શરદ પવાર લોકસભાની ચૂંટણીમાં મોદીની સાથે આવી જશે એના આ
સંકેત છે.

તેમણે શનિવારે કહ્યું હતું કે મેં પહેલાં જ કહ્યું હતું કે રાજ્યમાં દિવાળીની આસપાસ મોટો બોમ્બ ફૂટવાની શક્યતા છે. શરદ પવાર મહારાષ્ટ્રના જ્યેષ્ઠ નેતા છે. અજિત પવારે શરદ પવારની મુલાકાત લીધી તેના પરથી મને એવું લાગી રહ્યું છે કે ૯૯.૯૯ ટકા શરદ પવાર માની ગયા છે.

હવે થોડો ઝટકો લાગવો જોઈએ. ત્યારબાદ શરદ પવાર પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપશે. ભાજપની સાથે આવી જશે. આવી જ રીતે શરદ પવાર અને અજિત પવાર વચ્ચેનો સંઘર્ષ પણ ખતમ થઈ જશે.

આવું થશે તો શરદ પવાર અને નરેન્દ્ર મોદીના માધ્યમથી મહારાષ્ટ્રમાં શક્તિશાળી સરકાર આવશે એમ રવિ રાણાએ કહ્યું હતું.

દિલ્હીના સ્તરે નવા રાજકીય સમીકરણો તૈયાર થઈ રહ્યા છે. અત્યાર સુધી જે રાજકીય ઘટના થઈ એ અચાનક ઘટી હતી. હવે શરદ પવાર પણ જો ભાજપની સાથે આવસે તો તાકાત મળશે અને મહારાષ્ટ્રમાં મજબૂત અને સક્ષમ સરકાર આવશે એમ પણ રવિ રાણાએ કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button