આમચી મુંબઈ
અજિતદાદાના દીકરાની સગાઈમાં શરદ પવાર, સુપ્રિયા સુળે હાજર…

પુણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે ગુરુવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નાના પુત્ર જય પવારની સગાઈના સમારંભમાં હાજરી આપી હતી. પવાર સિનિયર અને તેમના ભત્રીજા અજિત પવાર અત્યારે મહારાષ્ટ્રમાં રાજકીય ધુરીમાં વિરુદ્ધ દિશામાં છે. અજિત પવારે 2023માં કાકા સામે બળવો કરીને ભાજપના નેતૃત્ત્વ હેઠળની સરકાર સાથે જોડાણ કર્યું હતું.
અજિત પવારના દીકરાની સગાઈ ઋતુજા પાટીલ સાતે પુણેની ભાગોળે આવેલા ઘોટવડેના ફાર્મહાઉસમાં થઈ હતી.
શરદ પવાર ઉપરાંત તેમના પત્ની પ્રતિભા પવાર, તેમની દીકરી અને એનસીપી (એસપી)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ પણ સગાઈમાં હાજરી આપી હતી. ગયા મહિને જય પવાર અને તેની વાગ્દતાએ પુણેમાં શરદ પવારના નિવાસસ્થાનની મુલાકાત લઈને તેમના આશિર્વાદ લીધા હતા.