આમચી મુંબઈ

કપિલ દેવની જેમ BCCI, ICC ના પૂર્વ અધ્યક્ષને પણ ભૂલી ગયું? ફાઇનલ મેચ માટે શરદ પવારને આમંત્રણ નહીં, સૂત્ર

મુંબઇ: આઇસીસી વર્લ્ડ કપ 2023 પર પોતાનું નામ નોંધવાની ટીમ ઇન્ડિયાની ઇચ્છા આ વર્ષે પણ અધુરી રહી ગઇ. ઓસ્ટ્રેલિયાએ ભારતમાં આવીને ટીમ ઇન્ડિયાને હરાવી વર્લ્ડ કપ પોતાને નામે કર્યો હતો. આ વખતે વર્લ્ડ કપનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું.

વર્લ્ડ કપ 2023 જેટલો રોમાંચક હતો એટલો જ વિવિદોમાં ઘેરાયેલો પણ રહ્યો. પહેલાં તો 1983માં જેની કેપ્ટનશીપમાં આપડે વર્લ્ડ કપ મેળવ્યો હતો તેવા કપિલ જેવને ફાઇનલ મેચ માટે આમંત્રીત ન કરાયા હોવાનો વિવાદ અને હવે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ICC ના પૂર્વ અધ્યક્ષ શરદ પવારને પણ આ મેચ માટે આમંત્રીત કરાયા નહતાં તેવી જાણકારી મળી છે.

વર્લ્ડ કપ બાબતે હાલમાં સૌથી વધુ ચર્ચામાં હોય તેવો વિવાદ એટલે વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા દેશ-વિદેશના અનેક મહાનુભવો હાજર હતાં. જોકે દેશને પહેલો વર્લ્ડ કપ અપાવનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવને આ મેચનું આમંત્રણ આપવામાં આવ્યું નહતું. આ મુદ્દે BCCI ના આયોજનને લઇને અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે.


ત્યારે હવે કપિલ દેવની સાથે સાથે ફાઇનલ મેચ માટે આમંત્રીત ન કરાયા હોય એવા નામોમાં વધુ એક દિગ્ગજનું નામ સામેલ હોવાનું કહેવાઇ રહ્યું છે. એ નામ એટલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ શરદ પવારનું.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારને પણ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચનું આમંત્રણ અપાયું નહતું એવી જાણકારી સત્તાવાર સૂત્રોમાંથી મળી રહી છે. શરદ પવાર BCCI અને ICCના અધ્યક્ષ રહી ચૂક્યા છે.


તેથી બીસીસીઆઇ તરફથી તેમને આમંત્રણ અપાય એ અપેક્ષીત હતું. જોકે બીસીસીઆઇએ શરદ પવારને ફાઇનલ માટે આમંત્રીત કર્યા નહતાં એવી જાણકારી સૂત્રોમાંથી મળી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button