શરદ પવારની પાર્ટી પાંચમી જુલાઈના મોરચામાં સહભાગી થશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

શરદ પવારની પાર્ટી પાંચમી જુલાઈના મોરચામાં સહભાગી થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી (એસપી)એ શુક્રવારે કહ્યું હતું કે તેઓ પાંચમી જુલાઈના રોજ મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ‘લાદવા’ના નિર્ણયના વિરોધમાં આયોજિત કૂચને ટેકો આપશે.

સોશ્યલ મીડિયા પર ખુલ્લા પત્રમાં એનસીપી (એસપી)ના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ જયંત પાટીલે આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું હતું કે તેમની પાર્ટી મહારાષ્ટ્રના લોકો અને પ્રાદેશિક હિતની તરફેણમાં ઊભી રહેશે.

આપણ વાંચો: રાજ અને ઉદ્ધવ હિન્દી ‘લાદવા’ સામે ભાજપ સામે પડ્યા પણ અલગ અલગ શરદ પવારે સંયુક્ત વિરોધનું આહ્વાન કર્યું…

જ્યારે મહારાષ્ટ્રના હિતની વાત આવશે ત્યારે અમે મહારાષ્ટ્ર સાથે છીએ. જ્યારે રાષ્ટ્રહિતની વાત આવશે ત્યારે અમે રાષ્ટ્રની સાથે છીએ.

તેમણે આ મુદ્દાને ભાષાકીય અને પ્રાદેશિક ઓળખનો મુુદ્દો ગણાવતાં પાર્ટીના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં પાંચમી જુલાઈની કૂચમાં સહભાગી થવા જણાવ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button