શરદ પવારની એનસીપીના ૧૧ ઉમેદવારો મેદાનમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શરદ પવાની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ આ વખતે ઉદ્ધવની યુબીટી અને મનસે સાથે યુતિ કરીને ચૂંટણી લડી રહી છે. મુંબઈમાં તેમને પક્ષના કુલ ૧૧ ઉમેદવાર ચૂંટણી લડવાના છે, જેમાં એકમાત્ર ગુજરાતી ઉમેદવારને મુલુંડમાંથી ટિકિટ આપી છે.
શરદ પવાના મહત્ત્વના નેતા કહેવા મુંબઈ અધ્યક્ષ રાખી જાધવે સોમવારે પક્ષ છોડીને ભાજપમાં જોડાયા બાદ વિક્રોલીના બીજા ભૂતપૂર્વ નગરસેવિકા પણ અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રસમાં જોડાઈ ગયા હતા. શરદ પવારના પક્ષનું મુંબઈમાં લગભગ જોર નહીંવત થઈ ગયું છે, તેમની પાસે ચૂંટણીમાં ઊભા રાખવા માટે મજબુત ઉમેદવારો પણ ન હોવાનું જાણવા મળ્યુંં હતું. સોમવારે પહેલી યાદીમાં સાત ઉમેદવારના નામ બહાર પાડયા બાદ મંગળરે બીજી યાદીમાં ચાર ઉમેદવારના નામ બહાર પાડયા હતા. મુંબઈમાંથી કુલ તેમના ૧૧ ઉમેદવાર ચૂંટણી લડવાના છે, જેમાં એક માત્ર ગુજરાતી ભરત દનાણીને મુલુંડના વોર્ડ નંબર ૧૦૭માંથી ઉમેદવારી આપવામાં આવી હતી.



