આમચી મુંબઈમહારાષ્ટ્ર

શરદ પવાર એ ભાજપના બાપ છે… કોણે કહ્યું આવું?

મુંબઈઃ ભાજપ દ્વારા સતત રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર ટીકા કરવામાં આવી રહી છે અને એની સાથે સાથે જ રાષ્ટ્રવાદીમાંથી છૂટા પડેલાં અજિત પવાર જૂથના કેટલાક નેતાઓ પણ શરદ પવારને ટાર્ગેટ કરી રહ્યા છે. પવાર પર જાત જાતના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

આ બધા વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરફથી વિધાનસભ્ય રોહિત પવાર લડી રહ્યા છે. રોહિત પવારે એક પ્રેસ કોન્ફર કરી હતી અને તેમણે શરદ પવારને ટાર્ગેટ કરનારા ભાજપના નેતા પર આકરા પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં શરદ પવારનો પરિવાર અને રાષ્ટ્રવાદી પક્ષમાં ફૂટ પડવા માટે ભાજપ જવાબદાર હોવાનું પણ રોહિત પવારે જણાવ્યું હતું.

રોહિત પવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભાજપની રાજકીય રમતો તરફ શરદ પવારે ધ્યાન આપ્યું નહોતું. ભાજપે પહેલાં શિવસેનામાં ફૂટ પડાવી અને ત્યાર બાદ બે અલગ અલગ જૂથ બની ગયા એક જૂથ ઉદ્ધવ ઠાકરેનું અને બીજું જૂથ એકનાથ શિંદેનું. આ બંને જૂથના લોકો એકબીજા માટે એકદમ નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ કરી રહ્યા હતા અને એ સમયે ભાજપના નેતાઓ એસી રૂમમાં બેસીને તમાશો જોઈ રહ્યા હતા.

શરદ પવાર પાસે 60 વર્ષનો અનુભવ છે અને તેમના આ બહોળા અનુભવની સામે જો ભાજપ આવા કાવાદાવા કરતું હોય તો શરદ પવારે એ રાજકીય દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો ભારતના બાપ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભાજપને શું જોઈએ છે એ શરદ પવારને ખૂબ જ સારી રીતે ખબર છે અને તે ભાજપને એ નથી આપી રહ્યા એટલે તેમને મુશ્કેલી પડી રહી છે. ભાજપ કુટુંબ અને પક્ષ બંનેમાં ફૂટ પડાવવા માટે જવાબદાર છે. એટલે ભાજપ વિશે તો શું બોલવાનું? એવો સવાલ પણ તેમણે ઓછો કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button