આમચી મુંબઈ

શરદ પવાર જ મરાઠા આરક્ષણનાસૌથી મોટા વિરોધી: ફડણવીસનો આક્ષેપ

મુંબઈ: રાજ્યભરમાં મરાઠા આરક્ષણ માટે જોરદાર હિલચાલ ચાલી રહી છે. જો કે મરાઠા આરક્ષણના ઈતિહાસ પર નજર કરીએ તો ખબર પડશે કે મરાઠા આરક્ષણનો સૌથી મોટો વિરોધ શરદ પવારે કર્યો હતો. શરદ પવારના મનમાં હોત તો મંડળ કમિશન લાગુ થયું ત્યારે જ મરાઠા આરક્ષણ આપ્યું હોત, પરંતુ દેવેન્દ્ર ફડણવીસે શરદ પવાર પર ગંભીર આરોપ લગાવ્યો કે તેમણે ક્યારેય મરાઠા સમુદાયને આરક્ષણ આપ્યું નથી. તેઓ શનિવારે નાગપુરમાં ભાજપના હોદ્દેદારોની એક બેઠકમાં બોલી રહ્યા હતા. શરદ પવારને માત્ર વિવિધ સમુદાયોને સંઘર્ષ કરતા રાખવામાં રસ છે. શરદ પવારની રાજનીતિની પદ્ધતિ એવી રહી છે કે જો લોકો લડતા રહેશે તો નેતૃત્વનું સ્થાન અમારી પાસે રહેશે. ફડણવીસે કહ્યું કે શરદ પવારે લોકોને સતત સંઘર્ષમાં રાખવાનું કામ કર્યુ છે.

જ્યારે મહાવિકાસ આઘાડી સત્તામાં હતી ત્યારે સુપ્રિયા સુળે કહેતા હતા કે રાજ્યમાં મરાઠા આરક્ષણ સિવાય અન્ય કોઈ મુદ્દા નથી કે? ભાજપની સરકારમાં મરાઠા સમાજને આરક્ષણ મળ્યું હતું.
સરકાર ગયા પછી મરાઠા આરક્ષણ પર રોક લગાવી દેવામાં આવી હતી. ભાજપ મરાઠા સમુદાયને અનામત આપવા માટે તમામ પ્રયાસ કરશે. પરંતુ કોઈપણ સંજોગોમાં ઓબીસી સમાજને અન્યાય કરવામાં આવશે નહીં. ભાજપનું વચન છે કે તેઓ ઓબીસી અનામત પર કોઈ સંકટ આવવા દેશે નહીં. ભાજપના ઓબીસી અને મરાઠા કાર્યકરોને તેમના સમુદાયની બાજુ યોગ્ય લાગે તે સ્વાભાવિક છે.
પરંતુ બંને સમુદાયના કાર્યકરોએ વિશ્ર્વાસ રાખવો જોઈએ કે તેમની પાર્ટી તેમના સમાજ સાથે ન્યાય કરશે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે કોઈ પણ
સંજોગોમાં સમાજમાં વિભાજનનું ‘રાયતું’ ન ફેલાવવું જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…