આમચી મુંબઈ

અજિત પવાર જૂથને સમર્થન આપનાર શરદ પવાર જૂથના એ બે મોટા નેતા કોણ? રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોરમુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં બે જૂથ પડ્યા બાદ હવે રાષ્ટ્રવાદી પક્ષ કોનો, આ બાબતે કેન્દ્રિય ચૂંટણી પંચ સામે સૂનવણી થનાર છે. બંને જૂથ દ્વારા પોત પોતાનું મંતવ્ય કેન્દ્રિય ચૂંટણી પંચ સામે રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે ઓક્ટોબર મહિનાની શરુઆતમાં સુનવણી થનાર છે. દરમીયાન શરદ પવાર જૂથના એક વિધાનસભ્ય અને એક સાંસદ અજિત પવાર જૂથમાં સામેલ થશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થઇ રહી છે.


આ બે નેતાઓએ અજિત પવાર જૂથને સમર્થનપત્ર પણ આપ્યું હોવાની જાકારી મળી છે. ત્યારે આખરે આ બે મોટા નેતા કોણ છે તે અંગેનો કોયડો રાજકીય વર્તુળોમાં બધાને પડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અજિત પવારે રાષ્ટ્રવાદી પક્ષ પર દાવો કર્યા બાદ વિધાનસભ્યો, સાંસદો અને નેતાઓને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસો ચાલી રહ્યાં છે તે સાફ દેખાઇ રહ્યું છે. જોકે શરદ પવાર જૂથના બે મોટા નેતા અજિત પવાર જૂથમાં સામેલ થવાના હોવાથી આ બંને નેતાઓએ અજિત પવાર જૂથને સમર્થન પત્ર આપ્યું હોવાની જાણકારી સૂત્રોમાંથી મળી રહી છે.

રાષ્ટ્રવાદી પક્ષના શરદ પવાર જૂથના બે મોટા નેતાઓએ અજિત પવાર જૂથને સમર્થન પત્ર આપ્યું છે એવી વિગતો મળી રહી છે. પણ આખરે આ બે નેતા કોણ છે? એની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. શરદ પવારને લોકસભાના સાંસદ અમોલ કોલ્હે અને શ્રીનિવાસ પાટીલનો સાથ છે જ્યારે રાજ્યસભાના સાંસદ વંદના ચવ્હાણ અને ફૌજિયા ખાન આ બંને પણ શરદ પવાર જૂથમાં છે.


ત્યારે હવે આ ચાર સાંસદોમાંથી અજિત પવાર જૂથને સમર્થન આપનાર સાંસદ આખરે કોણ? એવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. અજિત પવારના બળવા બાદ યોજાયેલ શપથવિધીમાં સાંસદ ડો. અમોલ કોલ્હે ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યાર બાદ તેઓ પાછા શરદ પવાર જૂથમાં ગયા હતાં.

દરમીયાન અજિત પવાર જૂથમાં સામેલ થનાર સાંસદ-વિધાનસભ્ય કોણ એ અંગે અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યાં છે. અજિત પવાર જૂથને સમર્થન આપનાર આ સાંસદ અને વિધાનસભ્ય હાલમાં ભલે શરદ પવાર જૂથમાં હોય પણ સમય આવે તેઓ અજિત પવાર જૂથને સમર્થન આપશે એમ કહેવાઇ રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button