આમચી મુંબઈમહારાષ્ટ્ર

શરદ પવાર જૂથનું કોંગ્રેસમાં વિલીનઃ સુપ્રિયા સુળેએ આપ્યું નિવેદન

મુંબઈ/પુણેઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી ભાજપમાં જોડાયા પછી મહારાષ્ટ્રના રાજકારણમાં હજુ ઉથલપાથલના સમાચાર છે, તેમાંય વળી સવારે કોંગ્રેસમાં શરદ પવાર જૂથનું વિલીન થવાના અહેવાલને રાજકારણ ગરમાયું હતું.

શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)નો કૉંગ્રેસમાં વિલિન કરવામાં આવ્યા હોવાના અહેવાલો વહેતા થયા પછી રાતના આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી હતી. શરદ પવારના ઘરે તેમના જૂથની બેઠક પણ બોલાવવામાં આવી હતી, જેમાં પક્ષના તમામ વિધાનસભ્યો, સાંસદો અને મોટા નેતા સામેલ થયા હતા. જેને પગલે શરદ પવાર જૂથ હવે કૉંગ્રેસમાં વિલીન થઇ જશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને રાજકીય વર્તુળોમાં પણ એમ માનવામાં આવી રહ્યું હતું.

જોકે, આ અહેવાલ ખોટા હોવાનું પવાર જૂથના સાંસદ તેમ જ શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેએ આ વાતને રદિયો આપતા જણાવ્યું હતું કે અમારા જૂથનો કૉંગ્રેસમાં વિલય થયો હોવાની વાત સાવ પાયાવિહોણી છે. અમે પક્ષના ચિહ્ન માટે સુપ્રીમ કોર્ટમાં લડીશું. અમે બેઠકમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે અમારો પક્ષ કોઇપણ રાજકીય પક્ષમાં વિલીન નહીં થાય. અમે મહાવિકાસ આઘાડી સાથે મળીની આગામી ચૂંટણી લડીશું. પવાર જૂથના એક પદાધિકારીએ કહ્યું હતું કે અમારો જૂથ કોઇનામાં વિલય નથી થયો અને અમે નવા નામ તેમ જ નવા પ્રતિક સાથે ચૂંટણી લડીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button