ECIએ શરદ પવાર જૂથને આપ્યું નવું નામ….
મુંબઈ: ભારતના ચૂંટણી પંચના નિર્દેશાનુસાર શરદ પવારના જૂથને ત્રણ નામ સૂચવવા કહ્યું હતું. ત્યારબાદ શરદ પવાર જૂથ દ્વારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – શરદ પવાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – શરદ ચંદ્ર પવાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – શરદ રાવ પવાર તરીકે ત્રણ નામ આપ્યા હતા. જેમાં શરદ પવારની પાર્ટીનું નામ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી – શરદ ચંદ્ર પવાર રાખવામાં આવ્યું છે. જોકે, NCP નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે શરદ પવારની પાર્ટીને આપવામાં આવેલ નવું નામ વીસ દિવસ સુધી માન્ય રહેશે. મતદાન પેનલે શરદ પવારને જણાવ્યું હતું કે તેમણે પસંદ કરેલ તેમની પાર્ટીનું નવું નામ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી – શરદચંદ્ર પવારને તેમના જૂથના સત્તાવાર નામ તરીકે મંજૂરી આપવામાં આવે છે.
નોંધનીય છે કે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે તેથી શરદ પવારના જૂથને એક નામ આપવામાં આવ્યું છે. જો કે રાજ્યસભાની ચૂંટણીમાં પ્રતિકનો મુદ્દો ઊભો થતો નથી. તેથી આજે જે નામ આપવામાં આવ્યું છે તે માત્ર રાજ્યસભાની ચૂંટણી માટે છે. શરદ પવાર પાર્ટીએ 27મી પછી ફરી અરજી કરવાની રહેશે. શરદ પવારના જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડએ આ અંગે પ્રતિક્રિયા આપી અને પટેલને ચૂંટણી પંચના પ્રવક્તા ગણાવ્યા હતા. જીતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે કાંડા પરની ઘડિયાળ ચોરાઈ ગઈ છે, કાંડા અમારી સાથે છે, તે જ રીતે અમે હંમેશા શરદ પવારની સાથે છીએ.