આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં યુવાનોની અવગણના કરવા મુદ્દે શરદ પવારે રાજ્ય સરકારની કરી ટીકા

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરતા આજે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે જો સરકારમાં સામેલ લોકો સત્તા પોતાના હાથમાં રાખવા ઈચ્છતા હોય તો યુવાનોની અવગણના કરી શકે નહીં.

મહારાષ્ટ્રમાં યુવાનોને પડતી સમસ્યાઓને ઉજાગર કરવા પુણેથી નાગપુર સુધી યુવા સંઘર્ષ યાત્રા (પદયાત્રા) વખતે આજે શરદ પવાર ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રાનું નેતૃત્વ એનસીપીના પ્રમુખ શરદ પવારના પૌત્ર રોહિત પવારે કર્યું હતું. આ યાત્રા દરમિયાન એનસીપીના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્ર સરકારને યુવાનોની અવગણના નહીં કરવાની ચેતવણી આપી હતી.


રાજ્ય સરકારની ટીકા કરતા શરદ પવારે કહ્યું હતું કે સરકારમાં સામેલ લોકો સત્તા પોતાના હાથમાં રાખવા ઈચ્છતા હોય તો યુવા સંઘર્ષ યાત્રા કરનારા યુવાનોની અવગણના કરી શકે નહીં. આ માર્ચ રાજ્યના યુવાનોને પ્રોત્સાહિત કરશે અને મને વિશ્વાસ છે કે આ યુવા સંઘર્ષ યાત્રાથી પરિવર્તન અને એમની ડિમાન્ડને પૂરી કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.


આ ઉપરાંત, અન્ય ડિમાન્ડમાં સ્કૂલો અને કોલેજમાં શિક્ષકો અને પ્રોફેસરની ખાલી પડેલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા એમપીએસસીના માધ્યમથી કરવાની અપીલ કરી હતી. આ પદયાત્રા ‘યુવા સંઘર્ષ યાત્રા’માં ભાગ લેનાર યુવાનો 800 કિલોમીટરથી વધુનું અંતર કાપીને 13 જિલ્લામાં ફરશે. 45 દિવસની આ મુલાકાત રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન નાગપુરમાં પૂરી થશે.


યુવાનોને સંબોધિત કરતી વખતે એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે તમે આ બધી માગને સાથે જોડીને મુખ્ય પ્રધાનને આપવામાં આવે. જો તમે ઈચ્છતા હો તો હું યુવાનો દ્વારા કરવામાં આવેલી તમામ માગણીઓ માટે એક બેઠક બોલાવવા માટે મુખ્ય પ્રધાન સાથે વાત કરીશ. હું વ્યક્તિગત રીતે આ બેઠકમાં હાજર રહીશ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button