ભ્રષ્ટાચાર ક્યાં કરવો, તેનો ખ્યાલ પણ સરકારને નથી રહ્યો: શરદ પવાર

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એક વર્ષ પૂર્વે સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજનું અનાવરણ કરાયું હતું તે પ્રતિમા તૂટી પડવા આ મુદ્દે વિપક્ષો સરકારને બધી રીતે ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને આ બાબતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ટીકા વિપક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. ઉદ્ધવ ઠાકરની સાથે સાથે શરદ પવારે પણ ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા રાજ્યમાં ભ્રષ્ટાચાર શિખરે પહોંચ્યો હોવાનું જણાવી સરકારની ટીકા કરી હતી.
ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદ દરમિયાન શરદ પવારે જણાવ્યું હતું કે આજે કોણ કહે છે કે તોફાની પવનોનું જોર હતું? ભ્રષ્ટાચાર કરાયો છે. એ જગ્યાએ ભ્રષ્ટાચાર કેટલા શિખરે પહોંચ્યો છે. ક્યાં ભ્રષ્ટાચાર ન કરવો જોઇએ હવે તેનો પણ તેમને ખ્યાલ રહ્યો નથી. એટલે લોકોની તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એટલે જ અમે લોકોને અપીલ કરીએ છીએ. આવતા રવિવારે મહાવિકાસ આઘાડી (એમવીએ) રસ્તા પર ઉતરશે તેમાં સહભાગી થાવ.
આ પણ વાંચો : શરદ પવાર એક્ટિવ મોડમાં: અજિત પવારના પક્ષમાં અને ભાજપમાં છીંડા પાડશે
ઉલ્લેખનીય છે કે આ પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરે ઉપરાંત કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રદેશાધ્યક્ષ નાના પટોળેએ પણ હાજર હતા. ઉદ્ધવ ઠાકરેએ પણ મહાયુતિની સરકારમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો હોવાની ટીકા કરી હતી.
આ ઉપરાંત માલવણમાં ભાજપના સાંસદ નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરેના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી અથડામણ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે જે લોકો અમારા આંદોલનની વચ્ચે અવરોધ ઊભો કરી રહ્યા છે તે છત્રપતિ શિવાજી મહારાજના દ્રોહી છે