અજિત 12 ફેબ્રુઆરી સુધીમાં એનસીપીનું વિલીનીકરણ ઇચ્છતા હતા: શરદ પવાર

સુનેત્રાના ડેપ્યુટી સીએમ પ્લાન વિશે ખબર નહોતી એવો દાવો કર્યો બે એનસીપી જૂથોના પુન: એકીકરણ અંગે છેલ્લા ચાર મહિનાથી ચર્ચા ચાલી રહી હતી
મુંબઈ: બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના દુ:ખદ મૃત્યુના ત્રણ દિવસ પછી, તેમના કાકા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નેતા શરદ પવારે શનિવારે ખુલાસો કર્યો હતો કે તેમના ભત્રીજા એનસીપીના બે લડતા જૂથો વચ્ચે વિલીનીકરણની તરફેણમાં હતા.
પવારે એમ પણ કહ્યું હતું કે બે એનસીપીના જૂથોના પુન:એકીકરણ અંગે ચર્ચા છેલ્લા ચાર મહિનાથી ચાલી રહી હતી અને અજિતે 12 ફેબ્રુઆરીને વિલિનીકરણ માટેનું લક્ષ્ય તારીખ તરીકે નક્કી કરી હતી.
આ અનુભવી નેતાએ સ્પષ્ટતા કરી હતી કે અજિત પવાર અને એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલ વચ્ચે વાતચીત ચાલી રહી હતી અને તેઓ પોતે આ વાટાઘાટોમાં સક્રિય રીતે સામેલ નહોતા.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સુનેત્રા પવાર યુગનો પ્રારંભ: અજિત પવારની ખાસ શૈલીમાં લીધા શપથ, PM મોદીએ પાઠવી શુભેચ્છા
પવારે કહ્યું હતું કે તેમને અજિતની પત્ની સુનેત્રાના ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે જોડાવાના નિર્ણયની જાણ નહોતી.
‘મને આ વિશે કોઈ માહિતી નથી (ડેપ્યુટી સીએમ પદ માટે સુનેત્રા પવારનું નામ). તેમના પક્ષે નિર્ણય લીધો હશે. આજે અખબારમાં મેં જે જોયું. પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે જેવા કેટલાક નામ જેમણે કેટલાક નિર્ણયો લેવા માટે પહેલ કરી છે,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો : સુનેત્રા પવારે લીધા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ
પવારે એવો સંકેત આપ્યો કે સુનેત્રા પવારને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય ‘ઉતાવળમાં’ મુંબઈમાં મહાયુતિ સરકારના નેતાઓ દ્વારા લેવામાં આવ્યો હોઈ શકે છે.
જો પરિવારમાં કોઈ સમસ્યા હોય, તો પરિવાર એક સાથે ઉભો રહે છે. પરિવારમાં કોઈ સમસ્યા નથી. આ બધી ચર્ચાઓ અહીં થઈ નથી, તે મુંબઈમાં થઈ રહી છે. હું આ અંગે કોઈ ટિપ્પણી કરીશ નહીં, એમ તેમણે જણાવ્યું હતું.



