લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન શરદ પવારે રદ કર્યા બધા કાર્યક્રમ, જાણો કારણ…..

પુણેઃ NCP (શરદચંદ્ર પવાર) પ્રમુખ શરદ પવારે સ્વાસ્થ્યના કારણોસર તેમના સોમવારના કાર્યક્રમો રદ કર્યા છે. પાર્ટીના પુણે એકમના પ્રમુખ પ્રશાંત જગતાપે રવિવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ તેમની પુત્રી અને વર્તમાન સાંસદ સુપ્રિયા સુલેના સમર્થનમાં બારામતીમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમને ગળામાં થોડી તકલીફ થઈ હતી.
શરદ પવાર છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પ્રચારમાં ગરબે ઘૂમી રહ્યા છે. તેમણે વિદર્ભ, મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં મહાવિકાસ અઘાડી અને NCP શરદ ચંદ્ર પવાર પાર્ટીના ઉમેદવારો માટે જાહેર સભાઓ યોજી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે આ બેઠકો માટે હજારો કિલોમીટરનો પ્રવાસ કર્યો છે અને પ્રચાર સભાઓમાં ભાષણ પણ આપ્યું છે. જોકે, આ બેઠકો અને પ્રવાસોના તણાવને કારણે તેમની તબિયત બગડી છે.
તેમની પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પ્રવાસો અને બેઠકોના તણાવને કારણે તેમની તબિયત બગડી છે અને તેમને આરામની જરૂર છે. આથી તેમના આજના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે.