આમચી મુંબઈમહારાષ્ટ્ર

લાડકી બહેન યોજનાનો વિરોધ કરનારાને અજિત પવારનો જવાબ

મહારાષ્ટ્ર આર્થિક રીતે સદ્ધર રાજ્ય, ખર્ચ ઉઠાવવા સક્ષમ

મુંબઈ: મહારાષ્ટ્રના બજેટમાં મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાની જાહેરાત થઇ ત્યારથી જ આ યોજનાની ચર્ચા થઇ રહી છે. સરકાર આ યોજનાનો જોરશોરથી પ્રચાર કરી રહી છે, જ્યારે વિપક્ષ એક કે બીજું કારણ આપીને આ યોજનાની સતત ટીકા કરી રહ્યો છે. ખાસ કરીને આ યોજના માટે નાણા ભંડોળ ક્યાંથી લાવવામાં આવશે, તેવો પ્રશ્ર્ન વિપક્ષ દ્વારા પૂછાય છે.

આ પણ વાંચો: મહાયુતિની ‘લાડકી’, મહાવિકાસ આઘાડીની ‘ઓરમાઇ’

જોકે વિપક્ષના સવાલનો જવાબ આપતા નાયબ મુખ્ય પ્રધાન તેમ જ રાજ્યના નાણા પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું કે આ યોજના નાણા-યોજના વિભાગ સહિતના સંબંધિત વિભાગો તેમ જ પ્રધાન મંડળની મંજૂરી લીધા પછી જ જાહેર કરવામાં આવી છે. આ યોજના માટે જરૂરી 35,000 કરોડ રૂપિયાની જરૂર છે જેની જોગવાઇ આ વર્ષના બજેટમાં કરવામાં આવી છે, તો પછી યોજના માટે ભંડોળ ક્યાંથી આવશે એ પ્રશ્ર્ન ઊભો જ નથી થતો. મહારાષ્ટ્ર જેવા સમૃદ્ધ રાજ્ય માટે આ યોજના પાછળ આટલો ખર્ચ કરવો શક્ય છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજનાઃ જાણો સરકારે કેટલું ફાળવ્યું ફંડ અને તૈયારી

નાણા વિભાગ આ યોજનાથી નારાજ હોવા અંગે અજિત પવારે જણાવ્યું હતું કે રાજ્યમાં આ યોજનાનો વિરોધ કરવા પાછળ કોઇ કારણ છે જ નહીં. નાણા વિભાગ આ યોજનાથી નારાજ હોવાના અહેવાલો અમુક સમાચાર માધ્યમોમાં વહેતા થયા છે તે રાજકારણથી પ્રેરિત અને તથ્યહીન છે.

ચૂંટણી માટે જાહેરાત, એકાદ હપ્તો જ મળશે: શરદ પવાર
શરદચંદ્ર પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના વડા શરદ પવારે લાડકી બહેન યોજના ફક્ત ચૂંટણી પહેલાનું તૂત હોવાનું કહેતા જણાવ્યું હતું કે મતદારોને આકર્ષવા માટે આ યોજના જાહેર કરવામાં આવી છે. રાજ્યની તિજોરી ખાલી છે ત્યારે આ યોજના માટે નાણા ભંડોળ ક્યાંથી લાવશે?આ બધી ફક્ત જાહેરાતો છે. મને લાગે છે કે ચૂંટણી જાહેર થાય તે પહેલા આ યોજનાના એકાદ-બે હપ્તા આપવામાં આવશે અને લોકોમાં એક વાતાવરણ ઊભું કરવામાં આવશે. બસ આ એટલા પૂરતું જ છે. ચૂંટણી પૂર્વે તેમના હાથમાં સત્તા હતી ત્યારે શા માટે આ યોજના ન જાહેર કરી એવો સવાલ લોકો પૂછી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker