શંકર મહાદેવને આરએસએસના યોગદાનની પ્રશંસા કરી
નાગપુર: જાણીતા ગાયક-સંગીતકાર શંકર મહાદેવને મંગળવારે રાષ્ટ્ર, તેની સંસ્કૃતિ, પરંપરાઓ અને “અખંડ ભારત ની વિચારધારાની જાળવણી પ્રત્યે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના યોગદાનની પ્રશંસા કરી. નાગપુરના રેશિમબાગ વિસ્તારમાં આરએસએસના વાર્ષિક વિજયાદશમી કાર્યક્રમને સંબોધિત કરતા, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા મહાદેવને આરએસએસની પ્રશંસા કરતાં કહ્યુ હતું કેે, ‘અખંડ ભારત’ની અમારી વિચારધારા, અમારી પરંપરાઓ, અમારી સંસ્કૃતિને જાળવવામાં આરએસએસનું યોગદાન કોઈ કરતાં વધારે છે. તેમણે વધુમાં કહ્યું કે તેમને મુખ્ય અતિથિ તરીકે આરએસએસના કાર્યક્રમમાં હાજરી
આપવાનું આમંત્રણ મળ્યા પછી, તેમને ઘણા લોકો તરફથી અભિનંદન કોલ્સ આવ્યા, જે તેમને ઊંડો સ્પર્શી ગયો.
તેમણે નાગપુરમાં આરએસએસના સ્થાપક ડો કે બી હેડગેવારના સ્મારક હેડગેવાર સ્મૃતિ મંદિરની પણ મુલાકાત લીધી હતી અને સંઘના દશેરા કાર્યક્રમ અને સંકલનની પ્રશંસા કરી હતી.
મહાદેવને લોકોને તેમના સંબંધિત ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્ય દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા વિનંતી કરી હતી.