BMC ચૂંટણી પરિણામને લઈ શાઈના એનસીએ ઠાકરે બ્રધર્સને માર્યો ટોણો, કહ્યું- વર્ક ફ્રોમ હોમ કરો

મુંબઈઃ BMCના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. બીએમસીમાં ભાજપ ગઠબંધન 118 સીટ પર આગળ ચાલી રહ્યું છે, ઠાકરે બ્રધર્સને 69 સીટ મળી રહી છે. કોંગ્રેસને 12 સીટ મળી શકે છે. આ દરમિયાન શિવસેના નેતા શાઈના એનસીએ વિપક્ષ દ્વારા લગાવવામાં આવતા આરોપો પર સવાલ ઉઠાવ્યા હતા.
શાઈના એનસીએ કહ્યું, ઉદ્ધવ ઠાકરેને સ્ક્રિપ્ટ રાઈટર બદલવા જોઈએ અને કોઈ નવું બહાનું શોધવું જોઈએ. હાર-જીતનો ફેંસલો કરવો જરૂરી છે. જે લોકો જમીન સ્તરે કામ કરે છે તેમને મોકો મળે છે, જે લોકો ઘરેથી કામ કરે છે તેમને ઘરે જ રહેવું પડે છે આ સંદેશો સ્પષ્ટ છે. તેણે શિવસેના (યુબીટી) પર રાજ્યના વિક્સામાં નિષ્ફળ રહ્યાનો આરોપ લગાવ્યો હતો.
ઠાકરે બંધુઓ પર કટાક્ષ
મહાયુતિના પ્રદર્શન પર શાઇના એનસીએ જણાવ્યું હતું કે, 25 વર્ષમાં તેમણે કંઈ કર્યું નથી. પરંતુ અમારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બે તબક્કામાં ખાડાઓની સમસ્યા હલ કરી છે. તેમણે 26 ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને જેલમાં મોકલ્યા. અગાઉની સરકાર સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ આપી શકી નહોતી, જ્યારે અમે સમયસર 7 પ્લાન્ટ પૂરા પાડ્યા છે. વિકાસના મામલે અમે 5000 ઇલેક્ટ્રિક બસો, 435 કિમી મેટ્રો કનેક્ટિવિટી અને પર્યાવરણને અનુકૂળ પહેલ કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે BMC ચૂંટણી માટે ગઠબંધન કરનારા ઠાકરે બંધુઓએ ‘વર્ક ફ્રોમ હોમ’ કરવું જોઈએ અને ઘરે જ રહેવું જોઈએ.
‘વર્ક ફ્રોમ હોમ’નો કટાક્ષ
શાઇના એનસીએ કહ્યું કે જે લોકો એવું વિચારે છે કે ઘરે બેઠા કામ થઈ શકે છે, તેમના માટે આ સમય રાજનીતિ અને પ્રદર્શનનો છે, માત્ર સરનેમના આધારે મત મેળવવાનો નથી. અમારા નેતા એકનાથ શિંદે સામાન્ય લોકો પ્રત્યે સમર્પિત રહ્યા અને તેમના માટે કામ કર્યું, જેનાથી તેમણે લોકોનો વિશ્વાસ જીત્યો છે.
2017ની ચૂંટણીમાં અવિભાજિત શિવસેનાએ કુલ 227 માંથી 84 બેઠકો જીતી હતી. તે સમયે ભાજપ સાથેના ગઠબંધનમાં બંનેએ મળીને અડધાથી વધુ એટલે કે 114 બેઠકો મેળવી હતી, જેમાં ભાજપે 82 બેઠકો જીતી હતી.
આપણ વાંચો: BMC Results 2026: મુંબઈમાં ‘મહાયુતિ’ બહુમતી તરફ, જાણો વોર્ડ મુજબ વિજેતા ઉમેદવારોની યાદી



