શાહરૂખ ખાનને જાનનું જોખમ! Y+ સિક્યોરિટી
મુંબઇ: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન હાલમાં ખૂબ ચર્ચામાં છે. શાહરૂખ ખાનને પઠાણ ફિલ્મ દરમીયાન મળેળી ધમકીઓની પાર્શ્ર્વભૂમી પર મહારાષ્ટ્ર સરકારે તેની સુરક્ષામાં વધારો કર્યો છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શાહરૂખ ખાનને સરકારે વાય પ્લસ સ્કોટ સુરક્ષા આપવામાં આવી છે. શાહરૂખ ખાનને અગાઉ બે કોન્સેબલની સિક્યોરિટી પૂરી પાડવામાં આવી હતી. સાથે તેની સાથે તેના પોતાના સિક્યોરિટી ગાર્ડ તો હોય જ છે. જોકે હવે ઉચ્ચઅધિકરી સમિતિની શિફારસ બાદ શાહરુખ ખાનની સુરક્ષા વાય પ્લસ પર અપગ્રેડ કરવામાં આવી છે.
શાહરૂખ ખાન હવે રાજ્યની વીઆઇપી સુરક્ષા યુનિટના છ ટ્રેઇન્ડ કમાન્ડોની ટીમ સાથે કાયમ હશે. જેઓ એમપી ગન, એકે-૪૭ એસોલ્ટ રાઇફલ અને ગ્લોક પિસ્તોલથી સજજ હશે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શાહરુખ ખાનની સુરક્ષા ઉપરાંત તેના ઘરની બહાર ૨૪ કલાક મુંબઇ પોલીસના સશસ્ત્ર પોલીસ પહેરો આપશે. શાહરૂખ ખાન જ્યારે કારથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે ત્યારે તેની સુરક્ષા માટે ટ્રેઇન્ડ કમાન્ડો તથા ટ્રાફિક ક્લિઅરન્સ વાહન પણ હશે. આ ટ્રાફિક ક્લિઅરન્સ વાહનને કારણે શાહરૂખની ગાડી સામે કોઇ પણ આવી નહીં શકે. વાહન વ્યવહાર યથાવત રહે તે માટે આ વેહિકલ કામ કરશે. શાહરૂખ પહેલાં થોડા દિવસ અગાઉ સલમાન ખાનને પણ વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી.
લોરેન્સ બિશ્નોઇ ગેંગ પાસેથી આવી રહેલી ધમકીની પાર્શ્ર્વભૂમી પર સલમાન ખાનની સુરક્ષા વધારવામાં આવી હતી. ત્યારે હવે સલમાન બાદ શાહરુખને પણ વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પઠાણ ફિલ્મને કારણે શાહરૂખ ખાન વિવાદોમાં ઘેરાયો હતો. તેને ધમકીઓ પણ આવી રહી હતી તેથી સરકારે તેને વાય પ્લસ સિક્યોરિટી પૂરી પાડી છે.