આમચી મુંબઈ

લૈંગિક હિંસાચાર: મહિલાઓને મદદે આવશે `દિલાસા’ પાલિકાનું કેન્દ્ર

મેટરનિટી હોમમાં `દિશા’ કેન્દ્રમાં મહિલાઓને કાઉન્સેલિંગ, મેડિકલ અને લીગલ સર્વિસ મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લૈંગિક હિંસાચારનો ભોગ બનેલી મહિલાઓને તેમના ઘરની નજીક જ આરોગ્યની સાથે જ કાયદેસર મદદ મળી શકે તે ઉદ્દેશ્યથી મુંબઈ મહાનગરપાલિકાના સાર્વજનિક આરોગ્ય વિભાગે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પાર્શ્વભૂમિ પર નવો ઉપક્રમ હાથમાં લીધો હતો, જે અંતર્ગત પાલિકાની હૉસ્પિટલમાં રહેલો દિલાસા' કેન્દ્ર હવે પાલિકાના તમામ પ્રસૂતિગૃહમાંદિશા’ કેન્દ્રના સ્વરૂપમાં વિસ્તારીત કરવામાં આવવાનો છે. એટલું જ નહીં પણ લૈંગિક અને ઘરેલું હિંસાચારના વિરોધમાં આરોગ્ય આપલા દારી' યોજનાથી જનજાગૃતિ પણ કરવામાં આવવાની છે. કૌટુંબિક હિંસાચાર એ મહિલાઓ પરના હિંસાચારમાં અત્યંત વ્યાપક પ્રકાર છે. નેશનલ ફેમિલી હૅલ્થ સર્વે-પાંચ મુજબ નાગરી વિસ્તારમાં 24 ટકા મહિલાઓને તેમના જોડીદાર તરફથી હિંસાચાર તેમ જ 18થી 49 વર્ષની 2.5 ટકા ગર્ભવતી મહિલાઓના શારિરીક હિંંસાચારનો સામનો કરવો પડે છે. હિંસાચારની આવી ઘટનાનો વિચાર કરીને 77 ટકા કરતા વધુ મહિલાઓ આવી ઘટના અથવા અનુભવ વિશે ફરિયાદ કરવાનું અથવા બોલવાની ટાળે છે. કોટુંબિક હિંસાનો ભોગ બનેલી મહિલાઓની મદદ માટે પાલિકા તરફથી અનેક ઉપાયો કરવામાં આવે છે. લૈંગિક હિંસાચારથી (જેંડર બેસ્ટ વ્હાયલન્સ) પીડિત મહિલાઓ માટે પાલિકાની હૉસ્પિટલમાં ક્રાયસિસ ઈન્ટરવ્હેશન સેંટર સ્વરૂપમાં 12દિલાસા’ કેન્દ્ર ચાલી રહ્યા છે. લૈંગિક હિંસાચાર પીડિત શંકાસ્પદ મહિલાઓને વિવિધ ઓપીડીમાં સારવાર આપવામાં આવે છે. લૈંગિક ગુનાથી બાળકોના સંરક્ષણ (પૉસ્કો) સ્વરૂપના પ્રકરણ પર અમુક વખતે મેડિકોલીગલ સ્વરૂપના પ્રકરણમાં પોલીસ તરફથી દર્દીને આ સેન્ટરમાં લાવવામાં આવે છે. સંબંધિત દર્દીની તપાસ કરીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
મળેલ આંકડા મુજબ વર્ષ 2023માં `દિલાસા’ કેન્દ્રમાં લૈંગિક હિંસાચાર પીડિત 15,406 મહિલા અને 1,251 બાળકોની વાર્ષિક તપાસ અને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તપાસ કર્યા બાદ 1,707 મહિલા તો 530 બાળકોની આ કેન્દ્ર પર લૈંગિક હિંસાચાર પીડિત તરીકે રજિસ્ટર્ડ થયા હતા. આ તમામને કાઉન્સેલિંગની સાથે આવશ્યકતા અનુસર મેડિકલ હેલ્પ તેમ જ લીગલ અને પોલીસની મદદ પૂરી પાડવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker