રાયગઢમાં ટ્રેકિંગ વખતે ભૂલા પડ્યા 7 ટ્રેકર્સ, જાણો કોણ બન્યું ‘પથદર્શક’?

મુંબઈના કેટલાક ટ્રેકરોને રાયગઢના જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરવું ભારે પડી ગયું હતું. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પેબ કિલ્લા પર ટ્રેકિંગ કરવા ગયેલા સાત મિત્રો ભૂલા પડ્યા બાદ રવિવારે પોલીસ અને સ્થાનિક લોકોએ તેમને સુરક્ષિત બચાવી લીધા હતા.
સ્થાનિક પ્રશાસનના અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈના પવઈ વિસ્તારનું આ ગ્રુપ મહાનગરથી લગભગ 80 કિલોમીટર દૂર નેરલ નજીકના ઐતિહાસિક સ્થળની મુલાકાતે ગયું હતું. ટ્રેકર્સના ગ્રુપમાં કેટલીક છોકરીઓ પણ હતી, ત્યારે તેઓ અચાનક રસ્તો ભૂલ્યા હતા.
મુંબઈ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જંગલ વિસ્તારમાંથી પસાર થતી વખતે 7 મિત્રો ભૂલા પડ્યા હતા અને કેટલાય કલાકો સુધી તેઓને રસ્તો મળતો નહોતો અને તેઓ જંગલમાં અટવાઈ ગયા હતા. તેમાંથી એકે પોલીસનો સંપર્ક કર્યો હતો અને મદદ માટે અપીલ કરી હતી. ત્યાર પછી પોલીસ અને સ્થાનિક રેસ્ક્યૂ ટીમે તેમને શોધી કાઢ્યા અને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.
આપણ વાંચો : Video: ફેરવેલ સ્પિચ આપતા 20 વર્ષીય વિદ્યાર્થીની ઢળી પડી, સ્ટેજ પર જ મોત નીપજ્યું…