કલ્યાણમાં છ મહિલા સહિત સાત બાંગ્લાદેશી પકડાયાં

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં ગેરકાયદે વસવાટ બદલ છ મહિલા સહિત સાત બાંગ્લાદેશીને પકડી પાડવામાં આવ્યાં હતાં. ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-3) અતુલ ઝેંડેએ જણાવ્યું હતું કે કલ્યાણ પોલીસે 9 સપ્ટેમ્બરે આ કાર્યવાહી કરી હતી.
પોલીસ ટીમ 9 સપ્ટેમ્બરે સાંજે છ વાગ્યે કલ્યાણ રેલવે સ્ટેશન નજીક પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ત્યાં ફરી રહેલી છ મહિલા પર તેમની નજર પડી હતી.
આપણ વાંચો: હોસ્પિટલમાં પોલીસને હાથતાળી આપીને ભાગી ગયેલી બાંગ્લાદેશી મહિલા નવી મુંબઈથી પકડાઇ
મહિલાઓને પૂછપરછ માટે તાબામાં લેવાઇ હતી અને તેમની પાસેથી બાંગ્લાદેશી બર્થ સર્ટિફિકેટ્સ અને આઇડેન્ટિટી કાર્ડ મળી આવ્યાં હતાં. મહિલાઓ દેશમાં તેમના રોકાણને યોગ્ય ઠેરવવા માટેના કોઇ યોગ્ય ભારતીય દસ્તાવેજો રજૂ કરી શકી નહોતી.
બીજે દિવસે પોલીસને શખસ નજરે પડ્યો હતો, જેની હિલચાલ શંકાસ્પદ જણાઇ આવી હતી, જે બાંગ્લાદેશી હોવાનું તપાસમાં જણાયું હતું. તેની પાસેથી પણ કોઇ યોગ્ય દસ્તાવેજો મળી આવ્યા નહોતા, એમ ડીસીપી ઝેંડેએ કહ્યું હતું.
પૂછપરછમાં તેમણે કબૂલ્યું હતું કે તેમણે સીમા પાર કરીને ભારતમાં ઘૂસણખોરી કરી હતી. બાદમાં તેઓ ટ્રેન પકડીને મુંબઈ આવ્યાં હતાં. પોલીસે આ પ્રકરણે છ મહિલા સહિત સાત બાંગ્લાદેશી સામે ગુનો દાખલ કરી તપાસ આદરી હતી. (પીટીઆઇ)