આમચી મુંબઈ

મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકાર ડૉ. ધર્મેશ ભટ્ટનું નિધન

મુંબઈ: મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકાર અને કવિ ડૉ. ધર્મેશ ભટ્ટનું તા. ૨૮-૯-૨૦૨૩, ગુરુવારે ૬૦ વર્ષની વયે નિધન થયું હતું. તેમણે ‘સેક્યુલરિઝમ એન્ડ મીડિયા – ૧૯૪૭ થી ૨૦૧૫’ વિષયમાં પીએચડી પણ કર્યું હતું. છેલ્લાં ૪૦ વર્ષથી પત્રકાર તરીકે સક્રિય ડૉ. ધર્મેશ ભટ્ટે અનેક અખબારમાં કામ કર્યું હતું. તેઓ ઘણી કૉલેજમાં લેકચરર તરીકે પણ સક્રિય હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સભ્ય હતા. તેમના પુસ્તકોને અનેક પુરસ્કાર પણ મળ્યા હતા. તેમના પરિવારમાં પત્ની મીનાક્ષીબહેન અને દીકરી પ્રિયંકા છે.

ડૉ. ધર્મેશ ભટ્ટની પ્રાર્થનાસભા તા. ૩૦.૯.૨૦૨૩, શનિવારે સાંજે ૪ થી ૬. સ્થળ: પી-ટુ, અશોક સાવંત સભાગૃહ, સરોવા કોમ્પ્લેક્ષ, સમતાનગર, કાંદિવલી પૂર્વ ખાતે રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button