વરિષ્ઠ નાગરિકો દર મહિને વધુમાં વધુ 10,000ના ભરણપોષણ માટે હકદાર: હાઈ કોર્ટ
મુંબઈ્ય: બોમ્બે હાઈ કોર્ટે મેન્ટેનન્સ ટ્રિબ્યુનલના એક આદેશને ફગાવી દીધો હતો જેમાં શહેરના ત્રણ રહેવાસીઓને તેમના વૃદ્ધ માતા-પિતાને માસિક 26,000નું ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
કેસની વિગત મુજબ, 74 વર્ષ અને 73 વર્ષની વયના માતા-પિતાએ ટ્રિબ્યુનલનો સંપર્ક કરીને બાળકો તેમની સાથે દુર્વ્યવહાર કરે છે અને તેમને ઘરમાંથી બહાર કાઢવા માટે દબાણ કરવાનો પ્રયાસ કરે છે, તેવો આરોપ લગાવ્યો હતો. બાળકોએ તરછોડી દીધા હોવાનો દાવો કરીને તેઓએ માસિક ભરણપોષણની માંગ કરી હતી. ફરિયાદ પર કાર્યવાહી કરતા, ટ્રિબ્યુનલે બંને ભાઈઓને તેમના માતા-પિતાને 10,000 નું માસિક ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો અને તેમની બહેનને દર મહિને 6,000 ની વધારાની રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો.
આદેશના પખવાડિયા પછી, એક ભાઈ અને બહેને વિવિધ આધારો પર આદેશને પડકારીને હાઈ કોર્ટનો સંપર્ક કરીને મુખ્યત્વે એવી દલીલ કરી હતી કે તેમના માતા-પિતા 1.42 કરોડના માલિક છે, જે તેમના બૅંક ખાતામાં પડેલા છે અને થાપણો પર મળતા વ્યાજ દ્વારા સરળતાથી તેમની કાળજી લઈ શકાય છે. બાળકો સારી કમાણી કરી રહ્યા છે અને અલગ રહે છે તે જોતાં કોર્ટે દલીલને નકારી કાઢી હતી. કોર્ટે, જોકે, અરજદાર ભાઈ-બહેનોની દલીલ સ્વીકારી કે 2007ના કાયદા હેઠળ, ટ્રિબ્યુનલ મહત્તમ 10,000નું ભરણપોષણ આપવા નિર્દેશ આપી શકે છે. જસ્ટિસ સંદીપ માર્નેની સિંગલ જજની બેન્ચે 12 ઓક્ટોબર, 2022ના ટ્રિબ્યુનલના નિર્દેશને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે ટ્રિબ્યુનલ, 2007ની કલમ 9(2) હેઠળ બે વરિષ્ઠ નાગરિકો ફરિયાદી હોવાથી, મેઇન્ટેનન્સ ટ્રિબ્યુનલ દ્વારા આદેશ આપવામાં આવેલી મહત્તમ રકમ 20,000થી વધુ ન હોઈ શકે. ઉ