હાઇવે પર કારે રિક્ષા અને બાઇકને અડફેટમાં લેતાં સિનિયર સિટિઝનનું મોત: ત્રણ ઘાયલ
મુંબઈ: મલાડ પશ્ર્ચિમમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પુરપાટ વેગે આવી રહેલી કારે રિક્ષા, ટેમ્પો અને બાઇકને અડફેટમાં લેતાં સિનિયર સિટિઝનનું મોત થયું હતું, જ્યારે ત્રણ જણને ઇજા પહોંચી હતી. સમતાનગર પોલીસે આ પ્રકરણે કારચાલક મિલન કોઠારી (૩૦) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે સાંજના આ અકસ્માત થયો હતો, જેમાં ઘવાયેલા રિક્ષાચાલકની ઓળખ સખાવત અન્સારી (૪૪) તરીકે થઇ હતી. અન્સારીએ પોલીસને કહ્યું હતું કે તે રિક્ષામાં મહિલાને મીરા રોડથી મલાડ લાવી રહ્યો હતો ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કારે પાછળથી ટક્કર મારતાં રિક્ષા ઊંધી વળી ગઇ હતી, જેમાં તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે મહિલા તનુજા સહાનીને પગમાં ઇજા પહોંચી હતી. કારે રિક્ષાને અડફેટમાં લીધા બાદ ટેમ્પો અને બાઇક સાથે ટકરાઇ હતી અને બાદમાં ઊંધી વળી ગઇ હતી. બાઇકસવાર સોહન સિંહ (૬૪) ગંભીર ઇજા પામતાં તેનું મૃત્યુ થયું હતું, જ્યારે ટેમ્પોચાલક વિજય ચવ્હાણ ઘવાયો હતો. ઉ