આમચી મુંબઈ

શૅર ટ્રેડિંગમાં સિનિયર સિટિઝને 47 લાખ રૂપિયા ગુમાવ્યા

થાણે: શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચે સાયબર ઠગે 66 વર્ષના સિનિયર સિટિઝન પાસેથી 47 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ થાણે પોલીસમાં નોંધાઈ હતી.

ફરિયાદને આધારે પોલીસે ગુરુવારે ત્રણ ઠગ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસ પરિયાદ અનુસાર કથિત ઠગાઈ ડિસેમ્બર, 2024થી ફેબ્રુઆરી, 2025 દરમિયાન થઈ હતી. આરોપીઓ એક વ્હૉટ્સઍપ ગ્રૂપ અને શૅર ટ્રેડિંગ ઍપ્લિકેશન સાથે સંકળાયેલા છે. ફરિયાદીનો સંપર્ક કરી ઑનલાઈન શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચ આરોપીએ આપી હતી.

આ પણ વાંચો: શૅર ટ્રેડિંગમાં 16 લાખ ગુમાવનારા યુવકે કરી આત્મહત્યા

આરોપીએ સારા વળતરની ખાતરી આપતાં ફરિયાદીએ છેલ્લા ત્રણ મહિનામાં વિવિધ બૅન્ક ખાતાંમાં ઑનલાઈન ટ્રાન્ઝેક્શનથી 47.01 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે ફરિયાદીને કોઈ વળતર મળ્યું નહોતું અને આરોપીએ વધુ રૂપિયાનું રોકાણ કરવા જણાવ્યું હતું.

બાદમાં આરોપીનો સંપર્ક તૂટી જતાં ફરિયાદીને પોતે છેતરાયા હોવાની જાણ થઈ હતી. સિનિયર સિટિઝને પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button