રેલવે સ્ટેશનો પર મોદીનાં પૂતળાં સાથે સેલ્ફી પોઈન્ટ
મુંબઈ: સમગ્ર રેલવે નેટવર્કમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લાઈફસાઈઝ પુતળાઓ સાથે વિકાસ સંબંધિત થીમ પર સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે.
સેલ્ફી પોઈન્ટ પર કેન્દ્ર સરકારની સ્કીલ ઈન્ડિયા, ઉજ્જવલા યોજના, ચંદ્રયાન મિશન વગેરે જેવી યોજનાઓને પ્રસિદ્ધ કરવા માટે ફાઈબર, માટી અથવા પ્લાસ્ટર ઑફ પેરિસ વડે બનાવેલા મોડલ્સની પણ સ્થાપના કરવામાં આવી છે. દરેકની સરેરાશ કિંમત રૂ. ૬લાખ છે.
મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મધ્ય રેલવેમાં આવા ૫૦ સેલ્ફી પોઈન્ટ છે, જેમાં મુંબઈ ડિવિઝનમાં ૧૦ નો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવે પર, ચર્ચગેટ, મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસ જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો પર પણ આવા સેલ્ફી પોઈન્ટ્સ છે. આ સેલ્ફી પોઇન્ટને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
સીએસએમટી ખાતેના એક મુસાફરે કહ્યું કે ,વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી લોકોની પ્રતિક્રિયાઓ જાણવી રસપ્રદ રહેશે. પરંતુ દરેક જણ પ્રભાવિત નથી. કુર્લાના રહેવાસીએ કહ્યું કે રેલ્વે ટ્રેનમાં તેમજ પ્લેટફોર્મ પર સુવિધાઓ સુધારવા માટે કામ કરે તો તે વધુ સારું રહેશે. જયપુરમાં ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખતના મતદારો માટે પ્રમાણપત્રો અને સેલ્ફી પોઈન્ટ્સ હિટ રહ્યા હતા. ૬૦-૭૦ વર્ષની વયના લોકો સહિત તમામ ઉંમરના લોકોએ મતદાન મથકના સેલ્ફી પોઈન્ટ પર તેમની તસવીરો ખેંચવાનો આનંદ માણ્યો હતો. જિલ્લા ચૂંટણી કચેરીઓ દ્વારા પ્રથમ વખત મતદારોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા આયોજિત સેલ્ફી સ્પર્ધા પણ મતદારોમાં લોકપ્રિય રહી હતી. આ સ્પર્ધામાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ પસંદ કરાયેલી સેલ્ફી માટે રોકડ ઈનામો પણ આપવામાં આવ્યા હતા. એકંદરે, આ પહેલથી મતદારોની સહભાગિતાને પ્રોત્સાહન મળ્યું અને યુવા મતદારોમાં ઉત્સાહ જગાવ્યો.