આમચી મુંબઈ

25 રૂપિયામાં જોઈ મુંબઈનું આ સૌથી સુંદર ઘર…

મુંબઈઃ ભારત પાસે ઐતિહાસિક વારસો ભરપૂર છે અને ભારતે આ વારસાનું ખૂબ સારી રીતે જતન પણ કર્યું છે. એમાં મહારાષ્ટ્રના મુંબઈ શહેરને પણ ઐતિહાસિક વારસો મળ્યો છે. ગેટ વે ઑફ ઈન્ડિયા, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવા, મરીન ડ્રાઈવ, ફાઉન્ટન જેવા અનેક રસપ્રદ સ્થળોની મુલાકાત લેવા દરરોજ હજારો પર્યટકો દેશ-વિદેશથી આવે છે. આ જ જગ્યાઓમાંથી એક છે રાજભવન.

રાજભવન એ રાજ્યના રાજ્યપાલનું ઘર છે અને અહીંયા તમારી જાણ માટે કે મુંબઈના રાજભવન ‘દેશના મહેલોની મહારાજા’ તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લી અડધી સદીની વાત કરીએ તો આ રાજભવન મુંબઈના ઈતિહાસનું સાક્ષી છે અને તેની ગણતરી મુંબઈની સૌથી સુંદર રચનાઓમાંથી એકમાં થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટિશકાળમાં સરકાર દ્વારા 1885માં રાજભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રસપ્રદ વાત તો એ છે કે, જે વ્યક્તિએ ગેટવે ઓફ ઈન્ડિયાનું નિર્માણ કર્યું હતું એ જ વ્યક્તિ દ્વારા આ રાજભવનનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. આ ઇમારત ભારતીય અને બ્રિટિશ શૈલીનું ઉત્કૃષ્ટ મિશ્રણ છે.

રાજભવન એ રાજ્યના રાજ્યપાલનું ઓફિશિયલ રેસિડન્સ અને કાર્યાલય છે. 50 એકરમાં ફેલાયેલું રાજભવન ત્રણેય બાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે. આ પરથી જ તમે એની બાંધણી, વૈભવ અને ભવ્યતાનો અંદાજો લગાવી શકાય છે. હવે તમને કોઈ કહે કે તમે પણ આ રાજભવનની મુલાકાત લઈ શકો છો તો તમારા માન્યામાં આ વાત આવે ખરી? તો તમારી જાણ માટે કે હા, એવું શક્ય છે અને એના માટે તમારે બુકિંગ કરવાનું ખૂબ જ જરૂરી છે. ચાલો, તમને જણાવીએ કે આખરે તમે કઈ રીતે આનું બુકિંગ કરી શકો છો એની-

  • રાજભવનની મુલાકાત લેવા માટે તમારે સ્લોટ બુક કરવો પડશે, કારણ કે બુકિંગ વિના કોઈને પણ રાજભવનની મુલાકાત લેવાની મંજૂરી નથી.
  • બુકિંગ કરવા માટે તમારે રાજભવનની વેબસાઇટ https://rbvisit.rajbhavan-maharashtra.gov.in/ પર જવું પડશે.
  • હવે વેબસાઇટ પર સાઇન ઇન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારી ઈ-મેલ આઈડી નાખીને માહિતી ભરો.
  • હવે તમારા ઈમેલ પર એક ઓટીપી આપશે એ ઓટીપી તમારે સબમિટ કરવાનો રહેશેય
  • પછી ડેશબોર્ડ પર જાઓ અને તમારા એકાઉન્ટમાં લોગ-ઈન કરો.
  • પછી તમારી પાસે ઓનલાઈન બુકિંગનો વિકલ્પ હશે. મુલાકાતની તારીખ, સમય અને કેટલા લોકો રાજભવનની મુલાકાત લેવા માગે છે એમની સંખ્યા લખો.
  • તમારી પોતાની માહિતી ભરો. નામ, સરનામું, જેન્ડર, ઈમેલ આઈડી અને વાહન નંબર વગેરે જેવી માહિતી ભરો.
  • આટલું કર્યા બાદ તમે તમારો ફોટો અને આઈડી ફોટો અપલોડ કરો.
  • હવે ફી ચૂકવવા માટે તમે નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. રાજભવનની મુલાકાત લેવા માટે તમારે 25 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?