આમચી મુંબઈ

લોકલ ટ્રેનમાં મહિલાની સુરક્ષાની સ્થિતિ ગંભીર: સુપ્રિયા સુળે

મુંબઈની લાઈફલાઈનમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક હોવાનો મુદ્દો એનસીપીના સંસદસભ્ય સુપ્રિયા સુળેએ ગુરુવારે ઉપસ્થિત કર્યો હતો અને રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ મુદ્દે કાર્યવાહી કરવા માટે ટકોર કરી હતી. સમૃદ્ધિ ઠાકરે નામની એક યુવતીએ લોકલ ટ્રેનનો વિડિયો પોસ્ટ કર્યો હતો અને દેખાડ્યું હતું કે કેવી રીતે લેડીઝ કોચના દરવાજા પર ઊભો રહીને યુવાન નશો કરી રહ્યો છે. આ વિડીયો વાઈરલ થયો હતો અને બાવીસ હજારથી વધુ લોકોએ જોઈ લીધો છે અને નાગરિકો આ અંગે રેલવે પોલીસની બેદરકારીને વખોડી પણ રહ્યા છે. આ બધાની વચ્ચે સુપ્રિયા સુળેએ આ વિડીયો પોસ્ટ કરીને ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, મુંબઈમાં ઉપનગરીય રેલ પરિવહન સેવાઓની સલામતીનો મુદ્દો ફરી એકવાર ઉભો થઈ રહ્યો છે. આ યુવકનો મહિલા બોક્સમાં ઘૂસીને ડ્રગ્સ લેતો વીડિયો માત્ર મહિલાઓની સુરક્ષાની ગંભીર સ્થિતિ દર્શાવતો નથી, પરંતુ યુવકો કેટલી સરળતાથી આ ડ્રગ્સ મેળવી રહ્યા છે અને જાહેરમાં તેનું સેવન પણ કરી રહ્યા છે તે પણ દર્શાવે છે. રેલવે સુરક્ષા અને મુંબઈ પોલીસ સંકલન સાધીને કામ કરે તો જ આવી પ્રવૃત્તિઓ બંધ થઈ શકે છે. તેમણે આ મુદ્દે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને મહારાષ્ટ્રના ગૃહપ્રધાનને લપેટામાં લેતાં કહ્યું હતું કે આ વિડિયોની નોંધ લઈ તેમણે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button