બાળકીની જાતીય સતામણી: ઇમારતના સુરક્ષારક્ષકની ધરપકડ

થાણે: થાણેમાં આઠ વર્ષની બાળકીની જાતીય સતામણી કરવા પ્રકરણે હાઉસિંગ કોમ્પ્લેક્સના સુરક્ષારક્ષક સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
38 વર્ષનો આરોપી રવિવારે સાંજે બાળકીને માનપાડા-ચિતલસર વિસ્તારમાં ઇમારત નજીક નિર્જન સ્થળે લઇ ગયો હતો, જ્યાં તેણે બાળકીની જાતીય સતામણી કરી હતી.
ચિતલસર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બાળકી ત્યાંથી ભાગી છૂટી હતી અને ઘરે પહોંચ્યા બાદ તેણે માતાને તમામ હકીકત જણાવી હતી.
આ પણ વાંચો : થાણેના હાયપર સિટી મૉલમાં આગ, અગ્નિશમન દળની ગાડીઓ ઘટનાસ્થળે મોજૂદ
દરમિયાન માતાએ આ પ્રકરણે આરોપી સુરક્ષારક્ષક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)