વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓની સલામતી માટે હવે સુરક્ષા `કવચ’
મંબઇ-અમદાવાદ દરમિયાન ટે્રન અકસ્માતો રોકવા અત્યાધુનિક ટૅક્નોલૉજી
મુંબઈ: મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત દેશમાં જ વિકસિત ટેક્નોલોજીના ઉપયોગને પણ વેગ મળી રહ્યો છે અને તેનો વપરાશ હવે પ્રવાસીઓની સુરક્ષા માટે શરૂ કરવા માટે રેલવે પ્રશાસન પણ તૈયાર છે. વેસ્ટર્ન રેલવે દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે ભારતમાં વિકસિત એવી
કવચ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે. વિરાર-વડોદરા-અમદાવાદ-નાગડા સેક્શનના 735 કિલોમીટરના પટ્ટા ઉપર આ વર્ષના અંત સુધી આ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે. વેસ્ટર્ન રેલવેના એક અધિકારીએ જણાવ્યા અનુસાર અત્યાર સુધી 735 કિલોમીટરના આ માર્ગના બાવીસ ટકા એટલે કે 169 કિલોમીટરના પટ્ટા પર આ ટેક્નોલોજીનો સફળતાપૂર્વક અમલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે આ ટેક્નોલોજીથી સજ્જ લોકોમોટીવ્સે અત્યાર સુધી 170 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ આખા પોજેક્ટનો ખર્ચ આશરે 315 કરોડ રૂપિયા છે.
અધિકારીએ આ ટેક્નોલોજી વિશે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે “અત્યાધુનિક ભારતીય ટેક્નોલોજી `કવચ’ને ટે્રન કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ(ટીસીએએસ) અથવા ઑટોમેટિક ટે્રન પ્રોટેક્શન(એટીપી) સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટેક્નોલોજી એસઆઇએલ4 સર્ટિફિકેશન એટલે કે સેફ્ટી ઇન્ટેગ્રિટી લેવલ 4 ધરાવે છે.”આ સિસ્ટમ અમુક અંતરેથી સામેથી આવી રહેલી ટે્રનને સેન્સ કરે છે અને ટે્રનના હલનચલનને આપમેળે જ થોભાવી દે છે. આ સિવાય સલામતીને લગતી માનવસર્જિત ભૂલોને ઓળખી તેને પણ સુધારે છે.
પ્રવાસીઓની સુરક્ષા માટે અભેદ્ય `કવચ’ની વિશેષતા
ક ઑટોમેટીક હૉલ્ટિંગ
ક સામેની બાજુથી આવતી ટે્રન માટે સેન્સીંગ ટેક્નોલોજી
ક માનવ સર્જિત ભૂલોનું આપોઆપ નિરાકરણ
ક ચોક્કસ અંતરે રહેલી ટે્રનની માહિતી આપવી