નવા વર્ષના નિમિત્તે ડ્રોન હુમલાના ભય વચ્ચે મુંબઈમાં કલમ ૧૪૪ લાગુ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

નવા વર્ષના નિમિત્તે ડ્રોન હુમલાના ભય વચ્ચે મુંબઈમાં કલમ ૧૪૪ લાગુ

મુંબઇ: સુરક્ષાના કારણોસર મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ૨૦ ડિસેમ્બર ૨૦૨૩થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ સુધી કલમ ૧૪૪ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કલમ ૨૦ ડિસેમ્બરની મધરાત ૧૨ વાગ્યાથી લાગુ થશે. પોલીસ કમિશનર બૃહદ મુંબઈ દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓ અને રાષ્ટ્ર વિરોધી તત્વો હુમલા માટે ડ્રોન, રિમોટ કંટ્રોલ માઈક્રો લાઈટ એરક્રાફ્ટ, પેરા ગ્લાઈડરનો
ઉપયોગ કરી શકે તેવી સંભાવના છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે બૃહન્મુંબઈ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ટટઈંઙને નિશાન બનાવી શકાય છે. આ ઉપરાંત સામાન્ય લોકોના જીવ પણ જોખમમાં આવી શકે છે, જાહેર સંપત્તિને નુકસાન થઈ શકે છે. તેથી, ડ્રોન, રિમોટ કંટ્રોલ માઇક્રો લાઇટ એરક્રાફ્ટ અને પેરા ગ્લાઇડર્સ દ્વારા સંભવિત હુમલાઓને રોકવા માટે બૃહન્મુંબઇ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવે તે જરૂરી છે. આવા હુમલાઓને રોકવા માટે સક્રિય પગલાં લેવાની જરૂરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભશિળશક્ષફહ ાજ્ઞિભયમીયિ ભજ્ઞમય (ઈઙિઈ)ની કલમ ૧૪૪ હેઠળ ડ્રોન, રિમોટ-કંટ્રોલ્ડ માઇક્રો-લાઇટ એરક્રાફ્ટ, પેરા ગ્લાઇડર્સ, પેરા મોટર્સ, હેન્ડ ગ્લાઇડર્સ અને હોટ એર બલૂન વગેરે પર આગામી ૩૦ દિવસ એટલે કે ૨૦ ડિસેમ્બરથી ૧૮ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, આ સમયગાળા દરમિયાન, મુંબઈ પોલીસને હવાઈ દેખરેખમાંથી મુક્તિ આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેને ઇન્ડિયન પીનલ કોડઆઈપીસીની કલમ ૧૮૮ હેઠળ સજા કરવામાં આવશે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button