આમચી મુંબઈ

નવા વર્ષ નિમિત્તે ડ્રોન હુમલાના ભય વચ્ચે મુંબઈમાં કલમ 144 લાગુ

મુંબઇઃ સુરક્ષાના કારણોસર મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 20 ડિસેમ્બર 2023થી 18 જાન્યુઆરી 2024 સુધી કલમ 144 લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કલમ 20 ડિસેમ્બરની મધરાત 12 વાગ્યાથી લાગુ થશે. પોલીસ કમિશનર બૃહદ મુંબઈ દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓ અને રાષ્ટ્ર વિરોધી તત્વો હુમલા માટે ડ્રોન, રિમોટ કંટ્રોલ માઈક્રો લાઈટ એરક્રાફ્ટ, પેરા ગ્લાઈડરનો ઉપયોગ કરી શકે તેવી સંભાવના છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે બૃહન્મુંબઈ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં VVIPને નિશાન બનાવી શકાય છે. આ ઉપરાંત સામાન્ય લોકોના જીવ પણ જોખમમાં આવી શકે છે, જાહેર સંપત્તિને નુકસાન થઈ શકે છે. તેથી, ડ્રોન, રિમોટ કંટ્રોલ માઇક્રો લાઇટ એરક્રાફ્ટ અને પેરા ગ્લાઇડર્સ દ્વારા સંભવિત હુમલાઓને રોકવા માટે બૃહન્મુંબઇ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવે તે જરૂરી છે. આવા હુમલાઓને રોકવા માટે સક્રિય પગલાં લેવાની જરૂરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.


criminal procedure code (CrPC)ની કલમ 144 હેઠળ ડ્રોન, રિમોટ-કંટ્રોલ્ડ માઇક્રો-લાઇટ એરક્રાફ્ટ, પેરા ગ્લાઇડર્સ, પેરા મોટર્સ, હેન્ડ ગ્લાઇડર્સ અને હોટ એર બલૂન વગેરે પર આગામી 30 દિવસ એટલે કે 20 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી, 2024 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, આ સમયગાળા દરમિયાન, મુંબઈ પોલીસને હવાઈ દેખરેખમાંથી મુક્તિ આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેને ઇન્ડિયન પીનલ કોડઆઈપીસીની કલમ 188 હેઠળ સજા કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker