મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી: ફેંસલો આવતા અઠવાડિયે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી: ફેંસલો આવતા અઠવાડિયે

મુંબઈ: રાષ્ટ્રીય સ્તરે વિરોધ પક્ષોના જોડાણમાં તો મમતા બેનર્જીએ અને નીતીશકુમારે છેડો ફાડતા ભંગાણ પડી જ ગયું છે, ત્યારે વિરોધ પક્ષોની યુતિ ‘મહાવિકાસ આઘાડી’નો રથ ક્યાં સુધી ચાલે છે તેના પર બધાની નજર છે. જોકે, લોકસભાની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડીના પક્ષો બેઠકોની વહેંચણી માટે આગામી અઠવાડિયે નિર્ણય લે તેવી શક્યતા છે.

મહારાષ્ટ્રમાં લોકસભાની બેઠકોની વહેંચણી માટે આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવી શકે. લોકસભાની ચૂંટણી અંગે અનેક બેઠકો મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો દ્વારા યોજાઇ છે, જોકે હજી સુધી બેઠકોની ફાળવણી અંગે કોઇપણ નક્કર નિર્ણય
લેવાયો નથી. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આ અંગે અંતિમ ફેંસલો લેવામાં આવી શકે એવી માહિતી મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ પત્રકારોને આપી હતી.

હાલ મરાઠાવાડાના પ્રવાસે મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ જણાવ્યું હતું કે મહાવિકાસ કૉંગ્રેસ આ અંગે આંતરપક્ષીય બેઠક યોજીને સૂક્ષ્મ આયોજન કરી રહી છે અને મહાવિકાસ આઘાડી દ્વારા ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં બેઠકોની વહેંચણી અંગે અંતિમ નિર્ણય લેવાશે. કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, શિવસેના(ઉદ્ધવ ઠાકરે પક્ષ), વંચિત બહુજન આઘાડી તેમ જ અન્ય પક્ષો આ અંગે ચર્ચા કરી જ રહ્યા છે. આ પ્રક્રિયામાં કૉંગ્રેસ તરફથી અશોક ચવ્હાણ અને બાળાસાહેબ થોરાત સામેલ હોવાની માહિતી પણ ચેન્નીથલાએ આપી હતી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button