આમચી મુંબઈ

ધોરણ ૧૦ અને ૧૨માની સપ્લીમેન્ટરી પરીક્ષાનું સમયપત્રક જાહેર

મુંબઈ: દસમા અને બારમા ધોરણમાં નાપાસ થયેલા અથવા પોતાના ગ્રેડ સુધારવા માંગતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય બોર્ડ દ્વારા લેવામાં આવતી સપ્લીમેન્ટરી એક્ઝામનું સમયપત્રક ગુરુવારે જાહેર કરવામાં આવ્યું. તદનુસાર, ધોરણ ૧૦ અને ૧૨ ની સપ્લીમેન્ટરી એક્ઝામ ૨૪ જૂનથી લેવામાં આવશે.

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નવ ઝોનલ બોર્ડ – પુણે, નાગપુર, છત્રપતિ સંભાજીનગર, મુંબઈ, કોલ્હાપુર, અમરાવતી, નાસિક, લાતુર અને કોંકણ દ્વારા દસમા અને બારમા ધોરણની સપ્લીમેન્ટરી એક્ઝામ જૂન-જુલાઈ ૨૦૨૫ માં લેવામાં આવશે. તે મુજબ, બારમા ધોરણની જનરલ, દ્વિભાષી અને વ્યાવસાયિક અભ્યાસ માટેની લેખિત પરીક્ષા ૨૪ જૂનથી ૧૬ જુલાઈ દરમિયાન લેવામાં આવશે. તેવી જ રીતે, પ્રેક્ટિકલ, ગ્રેડેડ, મૌખિક અને ઇન્ટરનલ ઇવેલ્યૂશન
તેમજ વ્યાવસાયિક અભ્યાસક્રમની પ્રેક્ટિકલ પરીક્ષાઓ ૨૪ જૂનથી ૧૧ જુલાઈ દરમિયાન લેવામાં આવશે. ઉપરાંત, ધોરણ બારમાની ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને જી.કે.ની પરીક્ષા ૧૫ અને ૧૬ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ઓનલાઈન લેવામાં આવશે.

આપણ વાંચો:  પાલઘરના રહેવાસીઓને રાહત પશ્ચિમ રેલ્વેની લાંબા અંતરની ટ્રેનોને પાલઘર ઊભી રખાશે…

ધોરણ ૧૦ માટે લેખિત, પ્રેક્ટિકલ અને મૌખિક પરીક્ષાઓ ૨૪ જૂનથી ૮ જુલાઈ દરમિયાન લેવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કાર્ય શિક્ષણ વિષયો માટેની લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષાઓ ૨૪ જૂનથી ૪ જુલાઈ દરમિયાન લેવામાં આવશે. ધોરણ બારમા અને દસમાની સપ્લીમેન્ટરી એક્ઝામનું વિગતવાર સમયપત્રક મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.mahahsscboard.in વેબસાઇટ પર ૨૨ મે થી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button