બોલો, પત્નીએ પોતાના બદલે પતિને મોકલ્યા ઓડિટ માટે અને પછી શું આ થયું

મુંબઈ: રેલવેમાં એકનું કામ બીજું કોઈ કરે કે સિનિયર અધિકારીનું કામ સાથી કર્મચારી કે જુનિયર અધિકારીને કરવાની વાત નવી રહી નથી, પણ પત્નીના બદલે પતિ કામ કરે એ બહુ મોટી વાત છે અને તાજેતરમાં પાલઘરમાં એક બનાવ બન્યો હતો.
બુકિંગ ઓફિસના મહિલા ઓડિટરે પોતાના બદલે પતિને મોકલ્યા હતા, પણ અંતે હકીકત બહાર આવી ગઈ હતી.
પશ્ચિમ રેલવેની હદમાં પાલઘર ખાતે એક મહિલા ઓડિટરે પોતાના કામના સ્થળ પર પતિને મોકલ્યા હતા, જયારે સિનિયર અધિકારીને એના પર શંકા ગયા પછી પાલઘર રેલવે સ્ટેશનના મેનેજરને ફરિયાદ કરી હતી. જોકે એની સામે કાર્યવાહી કરવામાં છ કલાકનો સમય લાગ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ બનાવ મુદ્દે પોલીસે કહ્યું હતું કે પાલઘર રેલવે સ્ટેશન પરિસરમાં બુકિંગ ઓફિસમાં ઓડિટ કરવા આવેલા એક શખ્સ આવ્યો હતો, તેની કામગીરી પરથી લોકોને શંકા થઈ હતી. આ મુદ્દે સિનિયરના નિવેદન આધારે કાર્યવાહી કરી હતી. રેલવે પોલીસ દ્વારા કરેલી કાર્યવાહીમાં જાણવા મળ્યું હતું કે એ શખસની પત્ની ઓડિટર છે, તેથી તેના બદલે તેના પતિને ઓડિટ કરવા મોકલ્યો હતો અને ત્યાર બાદ એની ધરપકડ કરી હતી. આ મુદ્દે પોલીસ પ્રશાસન દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.